Site icon Revoi.in

સુરતના ઉધનાથી પશ્વિમ બંગાળ માટે ભાજપ દ્વારા મફતમાં વોટર્સ સ્પેશિયલ ટ્રેન રવાના

Social Share

સુરત, 20 એપ્રિલ 2026: BJP to send free voters special train from Udhna to West Bengal પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં રહેતા પશ્વિમ બંગાળના શ્રમિક એવા મતદારોને મતદાન માટે લઈ જવા ભાજપ દ્વારા ખાસ એસી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કૂલ 5000 મતદારો તેમના માદરે વતન મફતમાં લઈ જવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ 1300 મતદારોને ખાસ ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા.

પશ્વિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તા. 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ વચ્ચે સુરતથી બંગાળ તરફ વોટર્સ સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે.
સુરત શહેરમાં અનેક બંગાળીઓ રહીને કામ કરે છે. આ લોકો બંગાળની ચૂંટણીમાં મત આપી શકે તે માટે ઉધના સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે. 1300થી વધુ મતદારો તિરંગા સાથે ટ્રેનમાં સવાર થયા હતા. ઉધના સ્ટેશન પર વંદે માતરમ અને જય શ્રી રામના નારા લાગ્યા હતા.

સુરત ભાજપ અને બંગાળી સમાજ દ્વારા કુલ 4 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5000 જેટલા મતદારો પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મત આપવા જશે. પ્રથમ ટ્રેન આજે રવાના થઈ છે, જ્યારે બીજી ટ્રેન 24 એપ્રિલે ઉપડશે. આ ટ્રેન સીધી કોલકત્તા પહોંચશે. બંગાળની ચૂંટણીમાં ગુજરાતમાં રહેતા બંગાળી પરિવાર મત આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં રહેતા બંગાળી લોકો પશ્ચિમ બંગાળમાં શાસન બદલવાના સંકલ્પ સાથે રવાના થયા હતા શ્રમિક વર્ગ પોતાનો મત આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ટ્રેનમાં બંગાળ રવાના થયેલા શ્રમિકોએ કહ્યું કે, બંગાળમાં અમારે સિન્ડિકેટ રાજ ખતમ કરવું છે. સુરતમાં રહેતા બંગાળી મતદારો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે ફ્રીમાં ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.

આ અંગે વાત કરતા બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું કે બંગાળમાં આ વખતે પરિવર્તનની લહેર છે. સુરત ભાજપ અને બંગાળી સમાજ દ્વારા ફ્રીમાં ટ્રેન સેવા રાખવામાં આવી છે. જેથી અહીં કામ કરતા મજૂરો વતન પહોંચીને મત આપી શકે.

Exit mobile version