1. Home
  2. ગુજરાતી
  3. બ્લેક રંગના ક્લોથવેર આપે છે તમને આકર્ષક લૂક, એવરગ્રીન ગણાય છે યંગસ્ટર્સ માટે બ્લેક કલર
બ્લેક રંગના ક્લોથવેર આપે છે તમને આકર્ષક લૂક,  એવરગ્રીન ગણાય છે યંગસ્ટર્સ માટે બ્લેક કલર

બ્લેક રંગના ક્લોથવેર આપે છે તમને આકર્ષક લૂક, એવરગ્રીન ગણાય છે યંગસ્ટર્સ માટે બ્લેક કલર

0
Social Share

 

સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક સ્ત્રી અને પુરુષ કોઈ ખાસ કલરને લઈને ઘેલા બનતા હોય છે, દરેકને પોત પોતાના ફેવરિટ અલગ અલગ કલર હોય છે, અને જ્યા સુધી તેમના વોર્ડડ્રોબમાં તેમંના પસંદના કપડા ન હોય ક્યા સુધી તેમને ચેન પડતું નમથી, પરંતુ આ બધા રંગોથી પરે એક કલર છે બ્લેક, જી હા બ્લેક કલર એવરગ્રીન કલર તરીકે ઓળખાય છે, દરેક ઋતુથી લઈને દરેક પાર્ટી, ઓકેશન, પ્રસંગમાં બ્લેક કલરને આજકાલ અને વર્ષોથી ખાસ મહત્વ આપવામાં આવે છે, એ વાત અલગ છે કે જુનવાણી સમયમાં લોકો બ્લેક કલરને અશૂભ માનતા હતા જોકે સમય બદલતા આ અર્થહીન વાતો પણ બદલાય છે, હને તો લગ્ન પ્રસંગમાં પણ બ્લેક રંગને ખાસ મહત્વ આપવામાં આવે છે.

બ્લેક કલરના કપડાની ફેશન ક્યારેય જતી નથી અને બધી ઋતુમાં તે બ્લેક કલર ફેશન ટ્રેન્ડ તરીકે કામ કરી જાય છે. બ્લેક કલર માત્ર તમને ક્લાસીક લુક જ નહીં પરંતુ આ કલર ઘારણ કરતા સ્ત્રી કે પુરુષ બન્ને સ્લિમ અને ફીટ પણ દેખાઈ છે. આ જ કારણ છે કે મોટાભાગની સ્ત્રીઓ બ્લેક રંગ પસંદ કરવાનો આગ્રહ રાખે છે..શિયાળા અથવા ઉનાળામાં તમે હંમેશાં બ્લેક આઉટફિટ પહેરી શકો છો. આ રંગ એવરગ્રીન રંગ છે,

ખાસ કરીને આજકાલ યંગસ્ટર્સમાં લ્ગને પહેલા પાયજામા પાર્ટી, બેચલર પાર્ટી અને પુલ પાર્ટીઓનિું આયોજન કરવામાં આવે છે કત્યારે બ્લેકઆઉટફીટ બાજી મારે છે, મહિલાઓ ખાસ કરીને બ્લેક રંગનું વનપીસ પહેરવાનું રાખે છે જ્યારે પુરુષો પણ બ્લેક રંગને મહત્વ આપે છે.

જ્યારે પણ ઠંડક વાળી ઋ્તુ હોય જેમ કે શિયાળો તકે ચોમાચું ત્યારે ગરમ ​​કપડા માટે બ્લેક કલર પસંદ કરી શકાય છે, તે તમારા લુકને ક્લાસીક બનાવશે સાથે જ તમે આ રંગના કપડામાંતમને સ્ટાઇલિશ દેખાવ મળએછે.બ્લેકમાં તમારું વ્યક્તિત્વ નિખરી ઉઢએ છે, એક અગ પ્રકારની ખાસ પર્સનાલિટી ઊભરૂી આવે છે, અને એટલા માટે જ મોટા ભાગના લોકોના કબાડમાં બ્લેક કલરના કપડા જોવા અવશ્ય મળે જ મળે છે.

બ્લેક કલરના કપડાં ઓફિસિયલ લુકની સાથે કેઝ્યુઅલ લુક પણ આપે છે તેથી તમે બિઝનેસ મિટિંગ અથવા તો પાર્ટી કે મેરેજમાં બ્લેક આઉટફીટ પહેરી સુંદર દેખાય શકો છો. તમે કાળા રંગના કપડાને કોઈપણ રંગના કપડા સાથે મેચ કરી શકો છો. ડેનિમ જિન્સ અને બ્લેક ટોપ, કોઈપણ રંગની સાડી સાથે બ્લેક રંગનું બ્લાઉઝ અથવા તો કોઈપણ રંગના ટીશર્ટની સાથે બ્લેક સ્કર્ટ સાથે મેચ કરીને તમે તમારી જાતને સ્પેશિયલ લૂક આપી શકો છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code