1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા
એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા

એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે- મનસુખ માંડવિયા

0
Social Share

અમરેલી: કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એમ્ફોટેરિસીન-Bની અછત ટૂંક સમયમાં દૂર થશે. એમ્ફોટેરિસીન-Bનો ઉપયોગ મ્યુકોરમાયકોસિસ માટે થાય છે.

મંત્રીએ જણાવ્યું  હતું કે ત્રણ દિવસમાં, હાલની 6 કંપનીઓ ઉપરાંત વધુ 5 કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટે નવી ડ્રગ અપ્રુવલ આપવામાં આવી છે. હાલની ફાર્મા કંપનીઓએ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધું છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જાણકારી આપી હતી કે ભારતીય કંપનઓએ એમ્ફોટેરિસીન-Bની 6 લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે. માંડવિયાએ કહ્યું હતું કે સરકાર આ સ્થિતિને હળવી કરવામાં કોઈ કચાશ નહીં છોડે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code