1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરના બનિહાલ ટનલની પાસે કારમાં વિસ્ફોટ થયો, નજીકથી પસાર થતો હતો સીઆરપીએફનો કાફલો
જમ્મુ-કાશ્મીરના બનિહાલ ટનલની પાસે કારમાં વિસ્ફોટ થયો, નજીકથી પસાર થતો હતો સીઆરપીએફનો કાફલો

જમ્મુ-કાશ્મીરના બનિહાલ ટનલની પાસે કારમાં વિસ્ફોટ થયો, નજીકથી પસાર થતો હતો સીઆરપીએફનો કાફલો

0
Social Share

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની નજીક એક કારમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં કોઈપણ જાનહાનિના અહેવાલ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો છે, તેની નજીકથી સુરક્ષાદળોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો.

પ્રારંભિક તપાસમાં પોલીસે કહ્યું છે કે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટને કારણે કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ચુકી છે. જો કે આ વિસ્ફોટ દરમિયાન કારનો ડ્રાઈવર ગાયબ છે. હાલ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે ગત 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં પણ આવો જ આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આરડીએક્સ ભરેલી કાર સેનાના કાફલા સાથે અથડાઈ હતી અને તેમા 44 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code