Homeગુજરાતીગુજરાતસોનાના ભાવમાં 1600 અને ચાંદીમાં 4900નો વધારો, હોલમાર્કિંગ ફીમાં પણ કરાયો વધારો

સોનાના ભાવમાં 1600 અને ચાંદીમાં 4900નો વધારો, હોલમાર્કિંગ ફીમાં પણ કરાયો વધારો

અમદાવાદ, 17 સપ્ટેમ્બર, 2026 :  Gold and silver prices increase શેર બજારની જેમ હવે સોના-ચાંદી બજારમાં પણ ઉત્તાર-ચઢાવની તોફાની વધઘટ થતી હોય છે. તેજી-મંદીનો આ ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો હોય તેમ બુધવારે  સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. હાજર સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂા.1600 તથા ચાંદીમાં રૂા.4900 નો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત BIS દ્વારા સોના-ચાંદીની હોલમાર્કિંગ ફીમાં પણ તોતિંગ વધારો કરાયો છે.

રાજકોટમાં બુધવારે 10 ગ્રામ સોનાનો ભાવ હાજરમાં 1600 વધીને 156700 હતા.કોમોડીટી વાયદામાં 1100 વધીને 151900 હતો. વિશ્વ બજારમાં ભાવ ફરી 4300 ની સપાટી કુદાવી ગયો હતો અને 4331 સાંપડયો હતો. આજ રીતે હાજર ચાંદી 4900 ના ઉછાળાથી 238100 થઈ હતી.તે વાયદામાં 3100 વધીને 235250 હતી. વેપારીઓના કહેવા પ્રમાણે તહેવારોની સિઝનનાં મંડાણ થયા છે. તેવા સમયે ભાવોની આ મોટી વધઘટ ગ્રાહકોથી માંડીને ઈન્વેસ્ટરોમાં કચવાટ ઉભો કરી રહી છે. છેલ્લા દિવસોમાં સોના-ચાંદી પરની આયાત જકાત સરકાર ઘટાડશે તેવી અટકળોથી સાવચેતીનું માનસ સર્જાયુ હતું.

સોના-ચાંદીના ભાવમાં બુધવારે એકાએક થયો હતો. ઈન્વેસ્ટરો તો દૈનિક મુવમેન્ટ પર નજર રાખતા હોય છે. પરંતુ નવરાત્રી-દશેરા-ધનતેરસના તહેવારોમાં પણ સમાન ઉથલપાથલ રહેવાના સંજોગોમાં ખરીદી પર અસર થઈ શકે છે. બીજીબાજુ BIS દ્વારા સોના-ચાંદીની હોલમાર્કિંગ ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર 2026થી લાગુ થયેલા નવા નિયમ મુજબ સોનાની ફી ₹45થી વધારીને સીધી ₹75 કરવામાં આવી છે, જ્યારે ચાંદીની ફી ₹35 યથાવત છે. આ 66.7 ટકાના વધારાને પગલે વેપારીઓમાં ભારે રોષ છે. આગામી દિવસોમાં આવતા પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ જેવા તહેવારો સમયે આ વધારાને કારણે ગ્રાહકો પર સીધું આર્થિક ભારણ વધશે. આ સ્થિતિને જોતા જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરકાર પાસે હોલમાર્કિંગ ફી ઘટાડવા અને ₹45 પર સબસિડી આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular