Homeગુજરાતીગુજરાતમોબાઈલમાં ટ્રાફિક મેમોની લિન્ક ક્લિક કરતા જ બેન્કમાંથી 2.36 લાખ ઉપડી...

મોબાઈલમાં ટ્રાફિક મેમોની લિન્ક ક્લિક કરતા જ બેન્કમાંથી 2.36 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 17 સપ્ટેમ્બર, 2026 : Cyber ​​fraud of Rs 2.36 lakhs happened after clicking on a traffic memo link સાબર માફિયા અવનવી તરકીબો અપનાવીને લોકોના બેન્કખાતા ખાલી કરી દેતા હોય છે. સાયબર માફિયા દ્વારા મોબાઈલ ફોન પર SMS કે વોટ્સએપ કરીને ટ્રાફિક ભંગ કર્યાનો મેમો મોકલવામાં આવતો હોય છે. મોબાઈલધારકો ટ્રાફિક મેમો ખોલવા માટે લિંન્ક પર ક્લિક કરતા જ મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે. મોબાઈલ ફોન સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટમાંથી પલવારમાં રૂપિયા ઉપડી જતા હોય છે. એવો જ એક ફ્રોડનો ભોગ અમદાવાદના થલતેજમાં રહેતા કેમિકલના વેપારી બન્યા છે.  થલતેજમાં રહેતા એક કેમિકલની ફેક્ટરીના માલિકનો ફોન હેક કરીને સાયબર ગઠિયાએ 2.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા વેપારીના મોબાઈલ ફોન પર સાયબર ગઠિયાએ પરિવહનનો એક ફેક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. જેમાં આપેલી લિંક ઓપન કરીને એપ ઇન્સ્ટોલ કરતા ફેકટરી માલિકનો મોબાઇલ હેક થયો હતો. આ પછી 10 ટ્રાન્સેકશન કરીને 2.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા અને છત્રાલ ખાતે કેમિકલ ફેક્ટરી ચાલતા નિસર્ગભાઈ ચવાડિયાએ ફરિયાદ નોંધાવી છે કે 3 સપ્ટેમ્બરના રોજ તેમના મોબાઈલમાં પરિવહન તરફથી ટ્રાફિક મેમાનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતા NEXT_GenMPari vahan નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. તેમણે આ એપ ઇન્સ્ટોલ કરી અને કોન્ટેક્ટ્સ, ગેલેરી અને SMS સહિતની બધી જ પરમિશન આપી દીધી હતી. જોકે, એપમાં ગાડીની કોઈ વિગત ન દેખાતા તેમણે થોડીવારમાં જ એપ ડિલીટ કરી દીધી હતી. પણ સાયબર ગઠીયાએ ફોનનો કંટ્રોલ અને બેંકની વિગતો લઈ લીધી હોવાથી તેમના ફોનમાં OTP આવવાના શરૂ થઈ ગયા હતા. 6 સપ્ટેમ્બરે સાંજે તેમના મોબાઈલમાં એકસાથે 10 ડેબિટ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, હેકરે તેમની કંપનીના બેંકના કરંટ એકાઉન્ટમાંથી રૂપિયા 49,999 અને તેમના બેંકના સેવિંગ એકાઉન્ટમાંથી રૂપિયા 1,86,998 સહિત કુલ રૂપિયા 2,36,997 ટ્રાન્સફર કરી લીધા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular