ખન્ના (પંજાબ), 2 નવેમ્બર, 2026: Hindu leader Mahant Kashmir Giri પંજાબમાં નશા સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે લુધિયાણા જિલ્લાના ખન્ના ખાતેથી પોલીસ વિભાગ સાથે જોડાયેલો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. ખન્નાના ખટીકા ચોક નજીક રહેતા શિવસેના નેતા મહંત કાશ્મીર ગિરીના ઘરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના રેકોર્ડિંગમાં એક પોલીસ કર્મચારી દ્વારા જ હેરોઈન મૂકવાનાં દ્રશ્યો કેદ થયાં છે.
આ સમગ્ર ઘટના રવિવાર, 1 નવેમ્બરે સામે આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ખન્ના સીઆઈએ (CIA) સ્ટાફમાં તૈનાત આરોપી એએસઆઈ (ASI) સુખદેવ સિંહ કાયદેસરની પોલીસ ટીમ પહોંચે તે પહેલાં જ સાદા કપડાંમાં મહંત કાશ્મીર ગિરીના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં લાગેલા કેમેરાના ફુટેજમાં તે રૂમમાં પ્રવેશતો અને બેડના ગાદલા નીચે કોઈ વસ્તુ મૂકીને બહાર નીકળતો સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાના થોડા સમય બાદ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજયપાલ સિંહ, સિટી-2 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરવિંદર કુમાર બેદી અને અન્ય પોલીસ કર્મચારીઓ મહંત કાશ્મીર ગિરીને સાથે લઈને એ જ રૂમમાં તપાસ માટે પહોંચ્યા હતા.
SHOCKING ‼️
PUNJAB POLICE ASI CAUGHT ON CCTV IN ALLEGED DRUG PLANTING!
CCTV from Shiv Sena leader Mahant Kashmir Giri’s house in Khanna shows an ASI in plain clothes slipping something under the mattress. Police then raid, claim 30g heroin from the same spot, and arrest him.
After the video went public, SSP Darpan Ahluwalia suspended ASI Sukhdev Singh, set up an SIT, and discharged Giri https://t.co/yKxT6lixS4
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 2, 2026
તપાસ દરમિયાન પોલીસ ટીમે ગાદલા નીચેથી અંદાજે 30 ગ્રામ હેરોઈન મળ્યાનો દાવો કર્યો હતો અને મહંત કાશ્મીર ગિરીની ડ્રગ દાણચારીના કેસમાં ધરપકડ કરી લીધી હતી. આ કેસની શરૂઆત મહંતના ડ્રાઈવર ગુરજંત સિંહ ઉર્ફે જંટાની 7.5 ગ્રામ હેરોઈન સાથે થયેલી ધરપકડથી થઈ હતી. પૂછપરછ દરમિયાન ગુરજંતે મહંતનું નામ આપતાં પોલીસ ટીમ તેમના ઘરે દરોડો પાડવા પહોંચી હતી. પરંતુ પીડિતના ઘરમાં લાગેલા કેમેરાના ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસની આખી કાર્યવાહી અને જપ્તી સવાલોના ઘેરામાં આવી ગઈ હતી.
ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ખન્નાના એસએસપી (SSP) ડૉ. દર્પણ આહલુવાલીઆએ તાત્કાલિક અને સખત કાર્યવાહી કરી હતી. તેમણે સંકળાયેલા ASI સુખદેવ સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એસપી (SP) રેન્કના અધિકારીના નેતૃત્વમાં એક એસઆઈટી (SIT)ની રચના કરી છે. આ સાથે જ મહંત કાશ્મીર ગિરીને કેસમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. હવે એસઆઈટી તપાસમાં એ સ્પષ્ટ થશે કે આ ષડયંત્ર પાછળનાં મુખ્ય કારણો શું હતાં અને તેમાં અન્ય કયા કયા લોકો સામેલ હતા.


