Homeગુજરાતીગુજરાતભાદરવી પૂનમના અંબાજીના મેળા માટે એસટીની 6000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

ભાદરવી પૂનમના અંબાજીના મેળા માટે એસટીની 6000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

અંબાજી, 17 સપ્ટેમ્બર, 2026 : 6000 extra ST buses will be run for the Ambaji fair on Bhadravi Poonam સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 20 સપ્ટેમ્બર 2026 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના લોક મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. ત્યારે પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસ ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા 6000 એક્સ્ટ્રા બસો  દોડાવાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અંબાજીમાં ભાદરવી પૂનમના મોળામાં યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર 2026 થી 26 સપ્ટેમ્બર 2026 સુધી દર્શનાર્થીઓ માટે 6000 એક્સ્ટ્રા બસો મારફતે 30 હજાર જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવશે, જેમાં અંદાજે 15 લાખ યાત્રાળુઓને આ ટ્રિપનો લાભ મળશે.

ગત વર્ષે એટલે કે 2025 દરમિયાન એસટી નિગમે 4700 બસો દ્વારા 28,506 એક્સ્ટ્રા ટ્રીપો યોજીને 13.09 લાખ દર્શનાર્થીઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે વધારાના ધસારાને પહોંચી વળવા પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના 4000થી વધુ અધિકારીઓ, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ 24 કલાક ખડેપગે સેવા આપશે. અંબાજી ખાતે પણ 10 બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં બૂથ ઈન્ચાર્જની નિમણૂક કરાઈ છે. સ્થાનિક પરિવહન માટે ગબ્બરથી અંબાજી RTO વચ્ચે 18 બસો જેમાં 10 મીની, 8 મોટી અને આબુરોડથી અંબાજી વચ્ચે 10 મોટી બસો કાર્યરત રહેશે.

આ ઉપરાંત અંબાજીને અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર, ઈડર, શામળાજી અને દાંતા જેવા મોટા રૂટો સાથે જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે શેડ, પીવાનું પાણી, માઈક એનાઉન્સમેન્ટ, ક્રેઈન-મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની સાથે 24/7 GPS કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular