Homeગુજરાતીગુજરાતવઢવાણનો સ્થાપના દિન ઊજવાયો, ભોગાવો નદીમાં મહાઆરતી અને શિલાલેખ પૂજન કરાયું

વઢવાણનો સ્થાપના દિન ઊજવાયો, ભોગાવો નદીમાં મહાઆરતી અને શિલાલેખ પૂજન કરાયું

વઢવાણ, 17 સપ્ટેમ્બર, 2026 : The foundation day of Vadhwan was celebrated, ઝાલાવાડની પ્રાચીન નગરી એવા વઢવાણ નગરનો સ્થાપના દિવસ ઋષિપાંચમના પાવન પર્વે ધામધૂમથી ઊજવાયો હતો. 2500 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવતા વઢવાણ શહેરના અસ્તિત્વ અને ગૌરવને જાળવી રાખવા માટે સ્થાનિકો દ્વારા સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે ૐ ઓમકાર ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો અને ભોગાવો નદીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આતિહાસિક નગરી એવા વઢવાણના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રામ મહેલ મંદિર ખાતે સુંદરકાંડ અને આનંદના ગરબાનું આયોજન કરાયું હતું. સાંજના સમયે મોક્ષધામ અને શનિ મંદિર ખાતે વઢવાણની જીવાદોરી સમાન ભોગાવો નદીની મહાઆરતી તેમજ શિલાલેખ પૂજન કરવામાં આવ્યું હતું. વઢવાણની ખોવાયેલી ભવ્યતા અને અસ્મિતાને પુનઃ પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત નાગરિકો અને સંતો-મહંતોએ એકસૂરે હાકલ કરી હતી.

વઢવાણનો ઈતિહાસ રોચક છે. જૈન શાસ્ત્ર કલ્પસૂત્ર મુજબ પ્રાચીનકાળમાં આ સ્થળ ‘અસ્થિગ્રામ’ તરીકે ઓળખાતું હતું, જ્યાં ભગવાન મહાવીરે પધારીને શૂલપાણિ યક્ષનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારબાદ તે વર્ધમાનપુર અને કાળક્રમે વઢવાણ તરીકે પ્રચલિત થયું. ઈ.સ. 115માં સાતી શિરોમણી રાણકદેવી ભોગાવો નદીના કાંઠે સતી થયા હતા. આ ઉપરાંત ઈ.સ. 1300 માં બત્રીસ લક્ષણા દંપતીના બલિદાનથી બનેલી માધાવાવ પણ વઢવાણના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.

વઢવાણ મૈત્રક કાળમાં જિલ્લાનો દરજ્જો ધરાવતું હતું. અહીં ઈ.સ. 1820 માં કવિ દલપતરામનો જન્મ થયો હતો તેમજ ઈ.સ. 1921 માં મહાત્મા ગાંધીના હસ્તે ઘરશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. 1945 માં વઢવાણ કેમ્પનું નામ બદલીને રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી ‘સુરેન્દ્રનગર’ રાખવામાં આવ્યું હતું. હાલ મોટાભાગનો વેપાર સુરેન્દ્રનગરમાં સ્થળાંતરિત થયો હોવા છતાં વઢવાણવાસીઓ પોતાના સમૃદ્ધ ભૂતકાળને યાદ કરી ઉજ્જવળ ભવિષ્યની આશા સેવી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular