1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો
બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share
  • એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનો આજે જન્મદિવસ
  • હોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કર્યું છે કામ
  • ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
  • હિન્દી ઉપરાંત અંગ્રેજી-ચાઇનીઝ ફિલ્મોમાં કર્યું કામ

મુંબઈ:બોલિવૂડની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ એક્ટ્રેસ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી. મલ્લિકા આજે પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસનો જન્મ 24 ઓક્ટોબર 1976ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો.ત્યારે આજે મલ્લિકાના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી મહત્વની વાતો.

મલ્લિકાનો જન્મ રોહતકના જાટ પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ રીમા લાંબા હતું. અભિનેત્રીનો જન્મ હરિયાણાના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતા સેનાની શેઠ છજ્જુ રામના પરિવારમાં થયો હતો. તેના પિતા ઈચ્છતા હતા કે,મલ્લિકા આઈએસ બને. પરંતુ તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. પરિવારના સભ્યો મલ્લિકા સાથે સંબંધો તોડીને મુંબઈ આવી ગયા હતા.

ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. તેણે વર્ષ 2002માં ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના કરિયરને 2004માં અનુરાગ બાસુની ફિલ્મ ‘મર્ડર’થી ઓળખ મળી હતી. મર્ડર ફિલ્મ બાદ મલ્લિકાની ફીમાં જબરદસ્ત વધારો થયો હતો.

મલ્લિકા પોતાના અંગત જીવનની સાથે સાથે વ્યાવસાયિક જીવન માટે પણ હેડલાઇન્સમાં રહી હતી.તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2015માં આવેલી ‘ડર્ટી પોલિટિક્સ’ હતી.

મલ્લિકાએ ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી ઉપરાંત, એક્ટ્રેસે અંગ્રેજી અને ચાઇનીઝ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, મલ્લિકાએ ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચૈન સાથે પણ કામ કર્યું છે.તેણે હોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code