1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ
સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

0
Social Share

અમદાવાદઃ હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.24 થી 29 ડિસેમ્બર 2022 દરમિયાન આયોજીત 51મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સર્વીસીસની ટીમે દિલ્હીને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, દિલ્હીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. ગુજરાત અને હરીયાણાને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યા હતા.

સ્પર્ધામાં 33 ટીમોના ખેલાડીઓ તથા 105 કોચ, મેનેજર, સહિતના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના સમાપન સમારોહમા હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ ચૌટાલા, ખજાનચી ડૉ. એસ.એસ. ગીલ, સાઇના રીટાયર્ડ ચીફ કોચ સી. પી. સીઘ એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મહામંત્રી ભરતજી ઠાકોર, હેન્ડબોલના સિનિયર ખેલાડી જયેશ પટેલ, હેન્ડબોલ એસોસીએશન ગુજરાતના પ્રમુખ ચંદ્રેશ વાઘેલા, મહામંત્રી રવિન્દ્રસિહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા તથા વિજેતા ખેલાડીઓને મેડલ તથા ટ્રોફીથી સન્માનિત કરવામા આવ્યા હતા. સ્પર્ધાના આયોજનમા દક્ષેશ કહાર ,અનિરુદ્ધ દેસાઈ અને એમની ટીમ દ્વારા અને ગુજરાત પોલીસ હેન્ડબોલ ટીમના ખેલાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code