1. Home
  2. ગુજરાતી
  3. એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા
એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો  પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા

એમએસસીઆઇની ક્લાયમેટ ચેન્જ સૂચકાંકો પર કાર્યવાહી અંગે અદાણી જુથની સ્પષ્ટતા

0
Social Share

અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને તેના કેટલાક ક્લાયમેટ ચેન્જ સૂચકાંકોમાંથી પડતા મૂકવાના એમએસસીઆઇના નિર્ણય પરત્વે ભારોભાર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે.

સવા વર્ષથી વધુ સમય અગાઉ અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને 2025 સુધીમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે તેની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની ઘોષણા કરી તેના ઉદ્યોગ કરતાં ઘણું આગળ હોવાની  પ્રતીતી કરાવી ચૂક્યું  છે. વધુમાં અમે આ સંબંધેના વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ માટે પણ પ્રતિબદ્ધ છીએ. એમ એક અખબારી નિવેદનમાં અદાણી જુથે જણાવ્યું છે

ત્રીજા ક્વાર્ટરમાં એમએસસીઆઇ તરફથી ઇએસજીના વિવાદી અહેવાલના જવાબમાં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને એમએસસીઆઇને સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે કાર્માઈકલ ખાણમાં ક્યારેય કોઈ શેરહોલ્ડિંગ નહોતું અને તેણે બોવેન રેલ અને એનક્યુએક્સટી (નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ) બંનેમાં તેનો હિસ્સો પહેલેથી જ વેચી દીધો છે. અમે આ અંગે એમએસસીઆઇને સ્મૃતિપત્ર પણ પાઠવ્યો હતો. આમ છતાં એમએસસીઆઇએ આ હકીકતને  સમાવી લેવાની કે અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનને યોગ્ય જવાબ આપવાની પણ દરકાર કરી નથી.

એમએસસીઆઇનો આ નિર્ણય એવા પરિબળોનો હાથો બની લેવાયો હોય તેવું ફલિત થાય છે કે જેઓ અમારી કાર્બન શૂન્ય અને હરીયાળા જલવાયુ પરિવર્તન તરફની પહેલને તોડી પાડવા મથી રહ્યા છે કે જે માટે અદાણી ગ્રૂપે તેની પ્રતિબદ્ધતાઓ વિશાળ ફલક ઉપર જાહેર કરી છે  એટલું જ નહી પરંતુ આ નિર્ણય મારફત વિશ્વના અગ્રણી ગ્રીન પોર્ટ સંચાલકો પૈકીના એક એવા અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે.. માર્કેટ ફોર્સિસ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ પરથી તા. ૯મી સપ્ટેમ્બરના ઈમેલ સંદેશાની ચકાસણી કરવામાં આવી હતી. અદાણી સમૂહના વ્યવસાયો સામે પર્યાવરણના બહાના હેઠળ ઝુંબેશ ચલાવી રહેલી આ સંસ્થાનો આ ઇમેલ એ સાઠગાંઠને પ્રતિપાદીત કરે છે કે એમએસસીઆઇએ સૂચકાંકોમાંથી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ને બાકાત રાખવાની કેવી રીતે રચના કરવામાં આવી રહી છે. તેની માર્કેટ ફોર્સિસ ઓસ્ટ્રેલિયાને અગાઉથી જ જાણ કરવામાં આવી છેઅદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના કાયદેસરના વ્યાપારી હિતોને નુકસાન પહોંચાડવાનો સ્પષ્ટપણે આ બિનતંદુરસ્ત પ્રયાસ છે.

એમએસસીઆઇ દ્વારા અપનાવવામાં આવેલી આ અપારદર્શક પદ્ધતિથી અમોને આશ્ચર્ય થયું છે. કારણ કે અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ  જ્યારે આ હિસ્સો ધરાવતું હતું ત્યારે એમએસસીઆઇના સૂચકાંકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ હિસ્સો વેચવામાં આવ્યા બાદ તેને સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવ્યો હતો. અમે પારદર્શીથી જોજનો દુર આવી પ્રક્રિયાથી હતપ્રભ અને નિરાશ થયા હોવા છતાં લાંબાગાળાના એજન્ડા ઉપર સંપૂર્ણ સુનિશ્ચિત માર્ગે આગળ વધવા અમે અમારા રોકાણકારો અને એમએસસીઆઇ સાથે જોડાયેલા રહેવા માટે સંપૂર્ણ રીતે ખુલ્લા રહ્યા છીએ.

અદાણી પોર્ટસ અને એસઇઝેડના સંચાલકો વિવિધ હિસ્સેદારો ખાસ કરીને લાંબાગાળા કેન્દ્રિત રોકાણકારો અને ઇએસજી રેટિંગ એજન્સીઓ સાથે સતત સંકળાયેલા છે અને તેમની પાસેથી મળેલી સામગ્રીઓ પર કાર્ય કરે છે. અમારા શેરધારકો અને અન્ય તમામ હિતધારકો માટે મૂલ્યનું સતત સર્જન કરવાની અમારી ક્ષમતાને જોતાં રોકાણકારો સાથેનું અમારું જોડાણ મજબૂત સ્થિતિમાં છે.તેવો નિશંક અમારો અતૂટ વિશ્વાસ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code