1. Home
  2. ગુજરાતી
  3. સસંદ સત્રનો આરંભ- પીએમ મોદીએ કહ્યું, ગરિમા જાળવીને દેશના હીતમાં થવી જોઈએ ચર્ચા, અમે તૈયાર છે
સસંદ સત્રનો આરંભ- પીએમ મોદીએ કહ્યું, ગરિમા જાળવીને દેશના હીતમાં થવી જોઈએ ચર્ચા, અમે તૈયાર છે

સસંદ સત્રનો આરંભ- પીએમ મોદીએ કહ્યું, ગરિમા જાળવીને દેશના હીતમાં થવી જોઈએ ચર્ચા, અમે તૈયાર છે

0
Social Share
  • આજથી સંસદમાં શિયાળું સત્રનો આરંભ
  • પીએમ મોદીએ સંબોધનમાં ગરિમા જાળવવા જણાવ્યું

 

દિલ્હીઃ- આજરોજ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. સંસદ સત્રના પહેલા જ દિવસે એટલે કે આજે મોદી સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ ગૃહના ટેબલ પર મુકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સૌથી પહેલા કૃષિ કાયદો રદબાતલ બિલને લોકસભામાં રજૂ કરશે, ત્યારબાદ તેને રાજ્યસભામાં લઈ જવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પહેલીવાર લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કરશે. સંસદનું શિયાળુ સત્ર હોબાળો મચશે તે વાત તો ચોક્કસ કહેવી રહી કારણ કે વિપક્ષે ઘણા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે. જો કે આ દરમિયાન વિપક્ષી એકતા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આજ રોજ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી બેઠકમાં ટીએમસી અને આપ એ ભાગ લીધો ન હતો. એગ્રીકલ્ચર લોઝ રિપીલ બિલ ઉપરાંત અન્ય 26 બિલ પણ સરકારના એજન્ડામાં છે.

આજના સત્રના આરંભે પીએમ મોદીનું સંબોધન

દેશના પ્રધાનમંત્રી એ પોતાના આજના સત્રના આરંભના  સંબોધનમાં કહ્યું કે કોરોનાના નવા પ્રકારની ખબરો આપણાને વધુ સજાગ રહેવા માટે કહે છે.

પીએમ મોદીએ કહ્યું કે સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે.

ભારતમાં ચારેય દિશામાંથી આઝાદીના આ અમૃત ઉત્સવ માટે રચનાત્મક, સકારાત્મક અને રાષ્ટ્રહિત અને જનહિતમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

તેમણે આઝાદી મહોત્,વને લઈને કહ્યું આઝાદી પ્રેમીઓએ જે સપના જોયા હતા તેને સાકાર કરવા દરેક જણ પોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ સમાચારો પોતાનામાં જ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા સંકેતો છે.

હું તમામ લોકોને અને મારા સંસદસભ્યોને સતર્ક રહેવા વિનંતી કરું છું. કોરોનાના સમયગાળા દરમિયાન દેશના 80 કરોડથી વધુ નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન આપવાની યોજના ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે આપણે રચનાત્મક ચર્ચા કરીને દેશના હિતમાં આગળ વધવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે અમે બસ ચર્ચા ગરિમામા રહીને અને દેશના હીત માટે થવી જોઈએ.

તેમણે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ સંસદમાં અવાજ બુલંદ હોવો જોઈએ, પરંતુ સંસદ અને અધ્યક્ષની ગરિમા પણ જળવાઈ રહેવી જોઈએ.

તેમણે કહ્યું સરકાર દરેક મુદ્દા પર ખુલીને ચર્ચા કરવા તૈયાર છે. છેલ્લી સીઝન પછી, કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં પણ, દેશમાં 100 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. અમે આ દિશામાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છીએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code