HomerevoinewsGCCI દ્વારા દુબઈ એરપોર્ટ ફ્રીઝોન (DAFZ) સાથે બિઝનેસ ઇન્ટરેક્શન

GCCI દ્વારા દુબઈ એરપોર્ટ ફ્રીઝોન (DAFZ) સાથે બિઝનેસ ઇન્ટરેક્શન

અમદાવાદ, 9 ઑક્ટોબર, 2026 – Dubai Airport Freezone ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા શુક્રવાર, ૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ GCCI ખાતે DAFZ સાથે એક બિઝનેસ ઇન્ટરેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DAFZના પ્રતિનિધિઓ અને ગુજરાતના વેપારી સમુદાયના સભ્યો એકસાથે આવ્યા હતા, જેથી દુબઈ દ્વારા બિઝનેસ સેટઅપ કરવાની તકો, માર્કેટ એક્સેસ અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણની સંભાવનાઓ વિશે વધુ સારી સમજ મેળવી શકાય.

આ કાર્યક્રમમાં વેપારીઓને દુબઈમાં ઓફિસ કે બિઝનેસ સ્થાપવા માટે જરૂરી માહિતી મળી હતી. સાથે જ DAFZ દ્વારા મળતા ફાયદાઓ અને UAE તથા અન્ય દેશોમાં બિઝનેસ વિસ્તરણ કરવાની તકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Business interaction with Dubai Airport Freezone (DAFZ) by GCCI
Business interaction with Dubai Airport Freezone (DAFZ) by GCCI

GCCI ના માનદ ખજાનચી શ્રી ધ્રુવિલ પટેલે સ્વાગત પ્રવચન આપતા DAFZ ના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત વેપારીઓને આવકાર્યા હતા. તેમણે ગુજરાતના વેપારી સમુદાયને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર્સ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટેની તકો શોધવા સક્ષમ બનાવ્‍યાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ત્યારબાદ, GCCI ની ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અપૂર્વ શાહે આ બેઠકની રૂપરેખા આપી હતી. તેમણે ગુજરાતના ઉદ્યોગો માટે માર્કેટ એક્સેસ સરળ બનાવવા, બિઝનેસ જોડાણો મજબૂત કરવા અને વેપારી તકો ઊભી કરવામાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્લેટફોર્મ્સની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

આ પણ વાંચોઃ GST કાઉન્સિલની 57મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું જીસીસીઆઈએ સ્વાગત કર્યું

દુબઈ એરપોર્ટ ફ્રીઝોન અને ત્યાં બિઝનેસ શરૂ કરવાની બાબતો વિશે માહિતી આપતા DAFZ ના બિઝનેસ અકાઉન્ટ (એશિયા અને આફ્રિકા) ના આસિસ્ટન્ટ ડિરેક્ટર સુશ્રી વિજી વિન્સેન્ટ પલાયુરે સહભાગીઓને ફ્રી ઝોનના બિઝનેસ ઇકોસિસ્ટમ અને દુબઈમાં હાજરી સ્થાપિત કરવાની પ્રક્રિયાથી પરિચિત કરાવ્યા હતા. ત્યારબાદ DAFZના બિઝનેસ અકાઉન્ટના સિનિયર લીડ શ્રી મોતાઝબેલાહ મહમૂદ એલબેશેબીએ DAFZ દ્વારા વ્યવસાયોને ઉપલબ્ધ લાભો, તકો અને પ્રોત્સાહનો વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ ચર્ચામાં DAFZને એક વ્યૂહાત્મક બિઝનેસ અને ટ્રેડ હબ તરીકે રજૂ કરવામાં આવ્યું, જે વૈશ્વિક બજારો, બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટની સુવિધા પૂરી પાડે છે. Q&Aના ઇન્ટરેક્ટિવ સત્ર દ્વારા GCCIના સભ્યોએ DAFZના પ્રતિનિધિઓ સાથે સીધી જ બિઝનેસ તકો વિશે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ સ્વસ્થ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular