1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગ્રીન એનર્જી 75 MWના કાર્યરત સોલાર પ્રોજેકટસ સ્ટર્લીંગ વિલ્સન પાસેથી રૂ.446 કરોડમાં ખરીદશે
અદાણી ગ્રીન એનર્જી 75 MWના કાર્યરત સોલાર પ્રોજેકટસ  સ્ટર્લીંગ વિલ્સન પાસેથી રૂ.446 કરોડમાં ખરીદશે

અદાણી ગ્રીન એનર્જી 75 MWના કાર્યરત સોલાર પ્રોજેકટસ સ્ટર્લીંગ વિલ્સન પાસેથી રૂ.446 કરોડમાં ખરીદશે

0
Social Share
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) તેલંગાણામાં 75 MWના કાર્યરત  સોલાર પ્રોજેકટસની માલિકી ધરાવતાં બે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે સ્ટર્લિંગ વિલ્સન પાવર  લિમિટેડ સાથે  એક સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે
  • આ હસ્તાંતરણ અંદાજે રૂ.446 કરોડના  એન્ટરપ્રાઈઝ મૂલ્યથી કરવામાં આવશે
  • આ હસ્તાંતરણની સાથે AGEL પાસે 3470 MWની ઓપરેટીંગ રિન્યુએબલ ક્ષમતા અને  15,240 MWના કુલ રિન્યુએબલ પોર્ટફોલિયો  થશે

અમદાવાદ, તા.24 માર્ચ 2021: ભારતની  સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાં સમાવેશ પામતી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) આજે જાહેરાત કરી છે કે તેણે તેલંગાણામાં 75 MWના કાર્યરત  સોલાર પ્રોજેકટસની માલિકી ધરાવતાં બે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (SPV) નો 100 ટકા હિસ્સો ખરીદવા માટે  શાપુરજી પાલોનજી ગ્રુપની  કંપની સ્ટર્લિંગ વિલ્સન પાવર  લિમિટેડ સાથે  એક સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

વર્ષ 2017માં કાર્યરત થયેલા આ પ્રોજેક્ટસ તેલંગણામાં આવેલા છે અને સધર્ન પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ તેલંગણા સાથે લાંબાગાળાના વીજ ખરીદીના કરાર (PPA) ધરાવે છે.

આ બે લક્ષિત સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (SPV) નું એન્ટરપ્રાઈઝ મૂલ્યાંકન રૂ.446 કરોડનું થાય છે. આ હસ્તાંતરણ સાથે એજીઈએલની કાર્યરત રિન્યુએબલ ક્ષમતા વધીને  3,470 MW અને કુલ રિન્યુએબલ પોર્ટફોલિયો 15,240 MWનો થશે. આ સોદો નિયમનલક્ષી મંજૂરીઓના આધારે પૂર્ણ થશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી વિનીત જૈન જણાવે છે કે “વૃધ્ધિની ઓર્ગેનિક અને ઈન-ઓર્ગેનિક તકો મારફતે  અમારો પોર્ટફોલિયો મજબૂત કરવાની કામગીરી એ વર્ષ 2025 સુધીમાં 25GW ક્ષમતાનું નિર્માણ કરવાના અને વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ કંપની બનવાના અમારા વિઝનનો આંતરિક હિસ્સો છે. અમે અમારા પ્લેટફોર્મની તાકાત અને કેપિટલ મેનેજમેન્ટની વિચારધારાનો લાભ લઈને સંચાલનલક્ષી સુધારા હાંસલ કરીશું અને પ્રોજેક્ટમાંથી મૂલ્યવૃધ્ધિ ધરાવતું વળતર પ્રાપ્ત કરીશું.”

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે :

અદાણી ગ્રીન  એનર્જી લિમિટેડ (AGEL)  ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો  છે અને તે સૌથી મોટો ગલોબલ રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં 15.2 GWના કાર્યરત, અમલીકરણ હેઠળના અને એનાયત થયેલા ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને  સેવા આપતા પ્રોજેકટસનો સમાવેશ થાય છે. કંપની બીલ્ડ, ઑન (own), ઓપરેટસ  અને મેઈન્ટેઈનના ધોરણે યુટીલીટી સ્કેલ ગ્રીડ કનેકટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેકટસ વિકસાવે છે.  તેના મહત્વના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (“એનટીપીસી”)  અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (“SECI”)ઉપરાંત વિવિધ રાજ્યોની વીજ વીતરણ કંપનીઓનો સમાવેશ થાય છે.  અદાણી  ગ્રુપને  અમેરિકા સ્થિત થીંક ટેંક મર્કોમ કેપિટલે #1ગ્લોબલ પાવર જનરેશન એસેટ ઓનરનુ બિરૂદ આપ્યુ છે.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code