1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પાવરના નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ પરિણામો
અદાણી પાવરના નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ પરિણામો

અદાણી પાવરના નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ પરિણામો

0
Social Share

નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં એબીટા y-o-y 496 ટકા વધીને રૂ.2,143 કરોડ થયો

નાણાંકિય વર્ષ 2021માં એબીટા y-o-y 50 ટકા વધીને રૂ.10,597 કરોડ થયો

  • નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.6,902 કરોડ થઈ, જે અગાઉના નાણાંકિય વર્ષના સમાન ગાળામાં રૂ.6,328 કરોડ હતી.
  • નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાનો એબીટા રૂ.2,143 કરોડ થયો, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.523 કરોડ હતો.
  • નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાની એકંદર આવક રૂ.18 કરોડ થઈ. ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.(-)1299 કરોડની ખોટ થઈ હતી.
  • નાણાંકિય વર્ષની કોન્સોલિડેટેડ કુલ આવકો રૂ.28,150 કરોડ થઈ, જે અગાઉના વર્ષે રૂ.27,842 કરોડ હતી.
  • અહેવાલના વર્ષનો કોન્સોલિડેટેડ એબીટા રૂ.10,597 કરોડ થયો, જે અગાઉના વર્ષે રૂ.7,059 કરોડ હતો.
  • અહેવાલના નાણાંકિય વર્ષની એકંદર આવક રૂ.1240 કરોડ થઈ. અગાઉના વર્ષે રૂ.(-)2264 કરોડની ખોટ થઈ હતી.

અમદાવાદ, તા.6 મે, 2021: અદાણી ગ્રુપના  હિસ્સારૂપ અદાણી પાવર લિમિટેડે [“APL”], તા.31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષના પરિણામોની જાહેરાત કરી છે.

નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી:

નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં અદાણી પાવર લિમિટેડે તેની પેટા કંપનીઓના પાવર પ્લાન્ટસમાં સરેરાશ 59.6 ટકાનો એકંદર પ્લાન્ટ લોડ ફેક્ટર [“PLF”] હાંસલ કર્યો હતો અને 14.8 અબજ યુનિટનું એકંદર સેલ્સ વૉલ્યુમ હાંસલ કર્યું હતું, તેની તુલનામાં નાણાંકિય વર્ષ 2019-20માં APL અને તેની પેટા કંપનીઓએ 65.5 ટકાનો પ્લાન્ટ લોડ ફેક્ટર અને 16.5 અબજ યુનિટનું સેલ્સ વૉલ્યુમ હાંસલ કર્યું હતું. નીચા મર્ચન્ટ સેલ્સને કારણે તથા વિવિધ પ્લાન્ટમાં ગ્રીડ બેકડાઉનને કારણે તથા ઉડુપી ખાતે હાયર પેનીટ્રેશન રિન્યુએબલ્સના કારણે રિઝર્વ શટડાઉન કરાતાં ઓપરેટીંગ પર્ફોર્મન્સ નીચો રહ્યો હતો. પ્લાન્ટ લોડ ફેક્ટરમાં ઘટાડો રાયપુર અને રાયગઢના ઉંચા મર્ચન્સ સેલ્સ અને કવાઈ ખાતે ઉંચી ગ્રીડ ડિમાન્ડના કારણે સરભર થયો હતો.

નાણાંકિય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.6,328 કરોડની આવક સામે નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ કુલ આવક રૂ.6,902 કરોડ જેટલી ઉંચી રહી હતી. નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાની આવકમાં વિવિધ નિયમનલક્ષી હુકમોના પરિણામે તથા કાયદામાં ફેરફાર થતાં તેમજ રૂ.410 કરોડના ખર્ચ અંગેના વિવિધ નિયમનલક્ષી હુકમોના કારણે અગાઉના ગાળાની રૂ.165 કરોડની આવકનો તથા જવાબદારીઓ પાછળ ખેંચવાનો સમાવેશ થાય છે. નાણાંકિય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળાની આવકમાં કામગીરીની આવક અને રૂ.22 કરોડની  અગાઉના ગાળાની આવકનો સ્વિકાર તથા કામગીરીની રૂ.631 કરોડની આઈટમ્સ સ્વિકારવાનો સમાવેશ થાય છે.

[1] 1370 MW નું રાયપુર એનર્જન લિ. [“REL”], કે જે 2 ઓગષ્ટ, 2019ના રોજ હસ્તગત કરાયુ હતું તેનો સમાવેશ નાણાંકિય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળાથી કરવામાં આવ્યો હતો, જ્યારે રાયગઢ એનર્જી જનરેશન લિ. [“REGL”], કે જે 20 જુલાઈ, 2019ના રોજ હસ્તગત કરાયું હતું તેનો સમાવેશ નાણાંકિય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળાથી કરાયો હતો, કારણ કે તે રેમ્પ અપ ફેઝ હતો. સંબંધિત ગાળાઓના એકંદર નાણાંકિય પર્ફોર્મન્સમાં  REL અને REGLના સંબંધિત ગાળાનો સમાવેશ થાય છે.)

અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.360 કરોડની તુલનામાં નાણાંકિય વર્ષ 2020-21નો એબીટા 496 ટકા જેટલો ઉંચે રહીને  રૂ.2,143 કરોડ થયો છે. એબીટામાં વૃધ્ધિ અગાઉના ગાળાની આવકનો સ્વિકાર, સ્થાનિક વૈકલ્પિક કોલસાનો નીચો ખર્ચ તથા ચલણના સાનુકૂળ ફેરફારો, વન-ટાઈમ ખર્ચમાં નીચી જોગવાઈઓ તથા નાણાંકિય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં નીચા રેવન્યુ રિવર્સલને કારણે રહ્યો છે.

નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા અને અપવાદરૂપ આઈટમ્સ પૂર્વેનો નફો રૂ.234 કરોડ રહ્યો છે, જેની સામે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.(-)1653 કરોડની ખોટ થઈ હતી. નાણાંકિય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીની કુલ એકંદર આવક રૂ.18 કરોડ થઈ છે. અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.(-)1299 કરોડની ખોટ દર્શાવતી હતી.

નાણાંકિય વર્ષ 2020-21ની કામગીરીઃ

તા.31 માર્ચ, 2021ના રોજ પૂરા થયેલા નાણાંકિય વર્ષમાં પાવર પ્લાન્ટમાં સરેરાશ 58.9 ટકાનો પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF) હાંસલ થયો હતો. એકંદર વેચાણ વોલ્યુમ રૂ.59.3 અબજ યુનિટનું રહ્યું હતું, તેની તુલનામાં અગાઉના વર્ષે  APL અને તેની પેટા કંપનીઓના તા.31 માર્ચ, 2020ના રોજ પૂરા  થયેલા નાણાંકિય વર્ષમાં 66.6 ટકાનો પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યો હતો અને 64 અબજ યુનિટનું સેલ્સ વોલ્યુમ હાંસલ કર્યું હતું. નાણાંકિય વર્ષ 2020-21ની કામગીરીને પ્રથમ ત્રિમાસિક ગાળાની માંગમાં ભારે ઘટાડો થવાના કારણે અસર થઈ હતી. આવી સ્થિતિ કોવિડ-19 સામેની લડતના કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી કડક લૉકડાઉનના કારણે તથા પછીના ત્રિમાસિક ગાળાઓમાં કસ્ટમર બેકડાઉન અને રિઝર્વ શટડાઉન્સને કારણે થઈ હતી.

નાણાંકિય વર્ષ 2020-21ની એકંદર કુલ આવક રૂ.28,150 કરોડ થઈ છે, જે નાણાંકિય વર્ષ 2019-20ની રૂ.27,842 કરોડની આવકની તુલનામાં નજીવી વધારે છે. નાણાંકિય વર્ષ 2020-21ની એકંદર આવકમાં અગાઉના ગાળાની રૂ.2,768 કરોડની આવકનો સ્વિકાર તથા અગાઉના ગાળાની રૂ.1821 કરોડની અન્ય આવકનો સમાવેશ થાય છે. આ સામે નાણાંકિય વર્ષ 2019-20માં વિવિધ નિયંત્રણલક્ષી હુકમોના કારણે આ રકમ અનુક્રમે  રૂ.399 કરોડ અને રૂ.886 કરોડ રહી હતી.

નાણાંકિય વર્ષ 2019-20માં રૂ.7,059 કરોડની તુલનામાં મર્ચન્ટ ટેરિફમાં સુધારો, આયાતી કોલસાની નીચી કિંમતો, અગાઉના ગાળાની ઉંચી આવકનો સ્વિકાર તથા ચલણમાં સાનુકૂળ ફેરફારોના કારણે નાણાંકિય વર્ષ 2020-21માં એબીટા 50 ટકા જેટલો ઉંચો રહીને રૂ.10,597 કરોડ રહ્યો હતો.

નાણાંકિય વર્ષ 2019-20માં રૂ.(-)1262 કરોડની ખોટની તુલનામાં નાણાંકિય વર્ષ 2020-21માં કરવેરા પૂર્વેનો નફો અને અપવાદરૂપ આઈટમ્સ રૂ.2,289 કરોડ હતી. નાણાંકિય વર્ષ  2019-20માં  રૂ.(-)2264 કરોડની કુલ એકંદર ખોટની તુલનામાં નાણાંકિય વર્ષ 2020-21માં કુલ નાણાંકિય આવક રૂ.1240 કરોડ રહી હતી.

કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ભારત કોવિડ-19ના ઓચિંતા ઉછાળાના કારણે નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. અદાણી જૂથ આ પડકારનો સામનો કરવા તથા તેમાંથી પાર ઉતરવા અને રાષ્ટ્ર સાથે ખભેખભો મિલાવીને ઉભુ છે. ભારત ઝડપથી બેઠું થાય અને સૌની પ્રગતિના અને સમૃધ્ધિના પંથે ઝડપથી આગળ ધપે તે માટે અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અદાણી ગ્રુપ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પર્યાવરણલક્ષી વૃધ્ધિ માટે કટિબધ્ધ છે અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.”

અદાણી પાવર લિ.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અનિલ સરદાના જણાવે છે કે “ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વીજ ઉત્પાદક તરીકે અદાણી પાવર લિમિટેડ ખેતરોથી માંડીને મેટ્રો રેલવે સુધી અને ફેક્ટરીઓથી માંડીને હોસ્પિટલો તથા મૉલ્સથી માંડીને ઘર વપરાશ માટે ભરોંસાપાત્ર અને કરકસરયુક્ત વીજળી પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે. અમે અમારા એકમોમાં કોવિડ-19 મહામારીના વ્યાપને નિયંત્રિત કરવાની સાવચેતીના કડક અમલની ખાત્રી રાખીને અમે અમારા ગ્રાહકોને અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવા માટે વચનબધ્ધ છીએ. આગામી વર્ષોમાં અમારા બહોળા અનુભવનો લાભ લઈને તથા અદાણી ગ્રુપના એનર્જી પોર્ટફોલિયોને પૂરક બને તે રીતે તમામ માપદંડોને અનુસરીને અમારા સંચાલનની કાર્યક્ષમતામાં સુધારો કરવા પ્રયત્નશીલ રહીને બિઝનેસની આશાસ્પદ તકો હાથ ધરીને પર્યાવરણલક્ષી તથા નફાકારક વૃધ્ધિ હાંસલ કરીશું.”

અદાણી પાવર અંગેઃ

અદાણી પાવર લિમિટેડ (APL) એ ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. કંપની ગુજરાતમાં 40 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ ઉપરાંત તેના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવેલા 6 વીજ મથકો મારફતે 12,410 મેગાવોટની સ્થાપિત થર્મલ પાવર ક્ષમતા ધરાવે છે. વિજળીના દરેક ક્ષેત્રમાં વિશ્વસ્તરના નિષ્ણાંતોની સહાય લઈને અદાણી પાવર તેની વૃધ્ધિની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે. કંપની ટેકનોલોજી અને ઈનોવેશનનો લાભ લઈને ભારતને પાવર સરપ્લસ રાષ્ટ્રમાં રૂપાંતરિત કરી સૌના માટે ગુણવત્તાયુક્ત અને પોસાય તેવી વીજળી પૂરી પાડવાનું ધ્યેય ધરાવે છે.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code