1. Home
  2. ગુજરાતી
  3. EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો
EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

0
Social Share
  • આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે
  • EPFO વ્યાજદરોમાં ફરી ઘટાડો કરી શકે છે
  • નવા દર પણ નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક યોજાશે

નવી દિલ્હી: આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે. નાણાકીય વર્ષ 2020-21માં એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ વ્યાજમાં ફરી એકવાર ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે તો કરોડો પગારદારો માટે એક મોટો ઝટકો હશે.

સૂત્રો અનુસાર કોરોના સંકટ દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઇપીએફ ક્લિયરન્સ કર્યું છે. તે દરમિયાન યોગદાનમાં પણ ઘટાડો આવ્યો છે. જેના કારણે EPFO દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી શકે છે, નવા દર પણ નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક યોજાશે. આ માહોલમાં દરમાં ઘટાડો થવાનું માનવામાં આવી રહ્યું છે.

નાણાકીય વર્ષ 2020માં EPFOની કમાણી પર ખરાબ અસર પડી છે. EPFOના ટ્રસ્ટી ઇ રધુનાથને જણાવ્યું કે, 4 માર્ચના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક શ્રીનગરમાં થશે. તેમણે એજન્ડા પેપર્સ પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. તેમને મળેલા ઇ-મેઇલમાં વ્યાજ દરને લઇને કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

નાણાકીય વર્ષ 2020માં EPF પર 8.5 ટકાનું વ્યાજ મળ્યું, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2013માં EPF પર વ્યાજ દર 8.5 ટકા હતું. ગત વર્ષ માર્ચમાં EPFO એ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. તે પહેલા નાણાકીય વર્ષ 2019માં EPF પર 8.65 ટકા વ્યાજ મળતુ હતું. EPFO એ નાણાકીય વર્ષ 2018માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. જે તે પહેલા નાણાકીય વર્ષ 2016 માં 8.8 ટકા હતું. આ પહેલા નાણાકીય વર્ષ 2014 માં તે 8.75 ટકા હતું.

મહત્વનું છે કે, દેશભરમાં EPF ના 6 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ 2020 માં પણ આ કરોડો લોકો KYC માં ભૂલ હોવાને કારણે વ્યાજ મેળવવામાં મોડું થયું હતું. તે પછી જો હવે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે તો તે મોટો ફટકો પડશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code