1. Home
  2. ગુજરાતી
  3. આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન
આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

0
Social Share
  • કરદાતાઓ માટે મહત્વના સમાચાર
  • 1 થી 6 જૂન દરમિયાન આવકવેરા વિભાગની વેબસાઇટ બંધ રહેશે
  • આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે

નવી દિલ્હી: કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જે લોકો 1 થી 6 જૂન દરમિયાન આવકવેરો ભરવા માંગતા હશે તે આ 6 દિવસ દરમિયાન આવકવેરો નહીં ભરે શકે. કારણ કે, આવકવેરા વિભાગની વેબસાઇટ 1 થી 6 જૂન સુધી બંધ રહેશે. આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે. કેટલાક ટેકનિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટ લૉન્ચ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ નવી વેબસાઇટ કરદાતાઓ માટે વધુ સુવિધાથી સજ્જ હશે. જે 7 જૂન, 2021થી સક્રિય થઇ જશે. તેમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જૂનું પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે. નવું પોર્ટલ ચાલુ થયાના 3 દિવસ બાદ એટલે કે 10 જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે.

વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code