Homeગુજરાતીહવે માત્ર એક મિસકોલથી આ બેંક આપશે 20 લાખની લોન, જાણો વિગત

હવે માત્ર એક મિસકોલથી આ બેંક આપશે 20 લાખની લોન, જાણો વિગત

  • SBIએ તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી
  • હવે માત્ર એક મિસકોલથી SBIના ગ્રાહકોને 20 લાખ સુધીની લોન મળશે
  • તમે પણ અહીંયા આપેલી રીતથી લોન મેળવી શકશો

નવી દિલ્હી: આપણે કોઇપણ આકસ્મિક જરૂરિયાત પૂરી કરવા માટે લોન લઇએ છીએ અને હવે આ જ દિશામાં તમને ઝડપી રીતે લોન મળે તે માટે SBI તેના ગ્રાહકો માટે ખાસ સુવિધા લઇને આવ્યું છે.

હવે ભારતીય સ્ટેટ બેંક પોતાના ગ્રાહકોને એક મિસ કોલથી પર્સનલ લોન ઉપલબ્ધ કરાવશે. બેંકે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે.

SBI ટ્વીટ અનુસાર એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ લોન પ્રાપ્ત થઇ રહી છે. ગ્રાહકને માત્ર એક મિસકોલ કરવાનો રહેશે અને બાદમાં બેંક જલ્દી જ અપ્રુવલ સાથે લોન આપી દેશે. આ લોનનો વ્યાજદર પણ 9.6 ટકાથી ઓછું છે.

કોને મળશે આ લોન

  • SBIમાં તમારુ સેલેરી અકાઉન્ટ હોવું જોઇએ
  • તમારી મંથલી સેલેરી 15000 રૂપિયા કે તેનાથી વધુ હોવી જોઇએ
  • ઇએમઆઇ રેશિયો 50 ટકાથી ઓછો હોવો જોઇએ
  • SBI સેલેરી અકાઉન્ટ હોલ્ડરને કેન્દ્રીય પીએસયુ સંસ્થામાં કાર્યરતચ હોવુ જોઇએ.

બેંકને સમયાંતરે ગ્રાહકોના KYC ડિટેલ્સને અપડેટ કરવાની જરૂર રહે છે. આ પ્રોસેસમાં કેટલીક બેઝિક ડિટેલ્સને વેરિફાઈ કરવાની રહે છે.

કેવી રીતે અપડેટ કરાવી શકાય છે બેંક KYC 

  • ગ્રાહકોએ KYC અપડેટ માટે બેંકની નજીકની બ્રાન્ચમાં જવું પડે છે.
  • અહીં જરૂરી ડોક્યૂમેન્ટ જમા કરવાના રહે છે.
  • પોતાની ઓળખ માટે ફોટો અને એડ્રેસ પ્રૂફ આપવાના રહે છે.
  • પર્સનલ એકાઉન્ટના ગ્રાહકોએ પાસપોર્ટ, વોટરઆઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો રહે છે.

કેટલી લોન મળશે
SBIએ આ સ્કીમમાં 25 હજારથી લઇને 20 લાખ રૂપિયાની લોન આપવાનું નક્કી કર્યુ છે. સાથે જ 5 થી 20 લાખની લોનની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઇ ગેરન્ટર કે સિક્યોરીટીની જરૂર નથી.

(સંકેત)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img