1. Home
  2. ગુજરાતી
  3. ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપ્સથી સાવધ રહેવા આરબીઆઇના ગ્રાહકોને સૂચના
ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપ્સથી સાવધ રહેવા આરબીઆઇના ગ્રાહકોને સૂચના

ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપ્સથી સાવધ રહેવા આરબીઆઇના ગ્રાહકોને સૂચના

0
  • ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપથી સતર્ક રહેવા આરબીઆઇની ગ્રાહકોને સૂચના
  • લોકો અને નાના વેપારીઓ આ પ્રકારની મોબાઇલ એપ્સની ઝાળમાં ફસાઇ રહ્યા છે
  • લોન લેનારાઓના મોબાઇલ ફોનમાં ડેટાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે: આરબીઆઇ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લોકોને અનધિકૃત રીતે ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા લોન આપનારા લોકો વિશે સતર્ક રહેવા જણાવ્યું છે. આરબીઆઇએ કહ્યું હતું કે એવા અહેવાલો મળી રહ્યા છે કે લોકો, નાના વેપારીઓને કોઇ તકલીફ વગર લોન આપવાનું વચન આપતા અનધિકૃત ડિજીટલ પ્લેટફોર્મ અને એપ્લિકેશન્સની ઝાળમાં ફસાઇ રહ્યા છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ઊંચા વ્યાજદર અને પાછળના દરવાજેથી વધારાના ખર્ચ પેટે રકમની માંગણી કરવામાં આવી રહી છે. તે જ સમયે લોનની રિકવરી માટે કડક પદ્વતિઓ અપનાવી રહ્યા છે જે સ્વીકાર્ય નથી અને લોન લેનારાઓના મોબાઇલ ફોનમાં ડેટાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આરબીઆઇએ લોકોને કહ્યું છે કે લોકોને આવી ભ્રામક પ્રવૃત્તિઓ પ્રત્યે સતર્ક રહેવાની અને ડિજીટલ તેમજ મોબાઇલ એપ્સ દ્વારા લોન આપતી કંપની-એન્ટિટીની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

કેન્દ્રીય બેંકોએ ગ્રાહકોને કેવાયસીની નકલો અજાણ્યા લોકો અથવા અનધિકૃત એપ્લિકેશનો સાથે શેર ન કરવા સૂચના આપી છે. બેંક કહે છે કે આ પ્રકારની એપ્લિકેશન અથવા એપ્લિકેશન સાથે સંકળાયેલ બેંક ખાતાની માહિતી સંબંધિત કાનૂની અધિકારીને જાણ કરવી. આ સિવાય આવી એપ, ડિજીટલ પ્લેટફોર્મ વિશે ઓનલાઇન ફરિયાદ https: achet.rbi.org.in પર કરી શકાય છે. બેંકિગ અને નોન-બેકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ જે આરબીઆઇ સાથે નોંધાયેલી છે તેઓ કાયદેસર રીતે ગ્રાહકોને લોન આપી શકે છે. રાજ્ય સરકારો દ્વારા કાયદાકીય જોગવાઇઓ હેઠળ નિયમન કરાયેલા એકમો પણ ધિરાણ આપી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે એવી પણ વ્યવસ્થા કરી છે કે બેન્કો અને એનબીએફસી વતી ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ચલાવતા લોકોએ ગ્રાહકોને સંબંધિત નાણાકીય સંસ્થાઓના નામ સ્પષ્ટપણે આપવા પડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code