Site icon Revoi.in

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 30મી જુલાઈએ યોજાશે

Social Share

વડોદરા, 2 જુલાઈ, 2026 : By-elections to Vadodara’s Manjalpur assembly seat   શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય  યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા, 30મી જુલાઈ યોજાશે. આ પેટા ચૂંટણી માટેનું જાહેરનામું 6ઠ્ઠી જુલાઈ 2026ના રોજ પ્રસિદ્ધ થશે. અને તા. 13મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૦૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા બિહાર અને મધ્યપ્રદેશની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની માંજલપુર બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત માંજલપુર વિધાનસભા બેઠક માટે તા.૦૬ જુલાઈ, ૨૦૨૬ થી તા.૧૩ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. માંજલપુર બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય  યોગેશભાઈ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

        ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલો કાર્યક્રમ

Exit mobile version