Site icon Revoi.in

ભાવનગરમાં પ્રવાસીઓની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનો સામે ઝુંબેશ, 14 વાહનો ડિટેઈન

Social Share

ભાવનગર, 25 જુન, 2026 : Campaign against vehicles illegally transporting tourists  શહેરના એસટી બસ સ્ટેશનથી પ્રવાસીઓને ગેરકાયદે હેરાફેરી કરતા વાહનો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 14 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 134 વાહનચાલકોને મેમો ઈસ્યુ કરીને સ્થળ પર રૂા.1,68,100 દંડ  વસુલાત આવ્યો છે.

ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશનથી ખાનગી વાહનોમાં પ્રવાસીઓની અનઅધિકૃત હેરાફેરી કરવામાં આવી રહી હતી. આથી એસટી વિભાગની સુરક્ષા શાખા તેમજ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. બિન અધિકૃત રીતે પ્રવાસીઓનું વહન કરતા વાહનો જેવા કે થી વ્હીલ ટેમ્પો, મેજીક રિક્ષા, મીની બસો વિરૂધ્ધ ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં કુલ 14 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, તેમજ કુલ 134 વાહનોને મેમો ઈસ્યુ કરવામા આવ્યો હતો, અને સ્થળ પર કુલ રૂા.1,68,100 દંડ પેટે વસુલાત કરવામાં આવી હતી.

એસ.ટી.નિગમ દ્વારા આ ઝુંબેશમા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તંત્રને સાથે રાખી સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી આવા ગેરકાયદે ચાલતા વાહનો અને અને બીન અધિકૃત રીતે થતી પ્રવાસીઓની હેરાફેરી અટકાવવા આવા વાહનો સામે વાહનો ડીટેઈન કરવા, મેમો ઈસ્યુ કરવા અને સ્થળ પર જ દંડ વસુલ કરવા જેવી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

Exit mobile version