1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જામનગર અને જુનાગઢના એસટી બસના પ્રશ્નોના ઉકેલ માટે મંત્રી રાઘવજી પટેલે કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી  રાઘવજી પટેલને જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસો સંદર્ભે નાગરિકો તરફથી વિવિધ રજૂઆતો અને ફરિયાદો મળી હતી. નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી તેમને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવા રાઘવજી પટેલે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. આથી વાહન વ્યવહાર […]

પાવાગઢનાં સાંનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ, વિવિધ જાતિના 11 હજાર વૃક્ષો ઉછેરાયાં

હાલોલઃ  રાજ્યમાં 74મા રાજ્યકક્ષાના વન મહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢનાં સાંનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલોલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતુ. જેપુરા-વન કવચનું […]

ધાનેરાથી રાજસ્થાન જતા સ્ટેટ હાઈવે નંબર 11ની અત્યંત ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન

ધાનેરાઃ ગુજરાતમાં વરસાદને કારણે તમામ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં ધાનેરાથી રાજસ્થાન જતો સ્ટેટ હાઈવે તો છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર છે. આ સ્ટેટ હાઈવે પર તો રોડ તો દેખાતો જ નથી. અને ઠેર ઠેર મોટા ખાંડાઓ જાવા મળી […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 […]

અમદાવાદની શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન કેટલાક શિક્ષકો મોબાઈલફોન પર વાતચિત અથવા તો વોટ્સઅપ પર સતત જોડાયેલા રહેતા હોય તેથી શિક્ષણકાર્ય પર પુરતું ધ્યાન આપી શકતા નથી. આવી ફરિયાદો જિલ્લા સિક્ષણાધિકારી (ડીઈઓ)ને મળતા તેમણે એક પરિપત્ર કરીને શિક્ષકોને શિક્ષણ કાર્ય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયાગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદની ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ […]

150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, T20 સિરીઝ,પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રનથી હાર

ત્રિનિદાદઃ ટીમ ઈન્ડિયાને T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ તેની 200મી T20 મેચ રમી રહી હતી. આ જીત સાથે જ યજમાન ટીમે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ 6 ઑગસ્ટે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ અને વનડેમાં હાર સાથે શ્રેણીની શરૂઆત […]

ચીનમાં બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સમય મર્યાદા નક્કી કરાશે

8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત 40 મિનિટની મંજૂરી આપવામાં આવશે 8 થી 15 વર્ષની વયના બાળકોને દિવસમાં માત્ર એક કલાકની મંજૂરી આપવામાં આવશે નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીન બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહ્યું છે,  યુવાનોમાં ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ એક વ્યસન બની […]

દેશમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરતા એરપોર્ટની સંખ્યા વધી 86 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં 86 એરપોર્ટ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે જેમાંથી એરપોર્ટના કુલ ઊર્જા વપરાશમાં ગ્રીન એનર્જીનો હિસ્સો 55 એરપોર્ટ માટે 100% છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ (ડૉ.) વી.કે. સિંહ (નિવૃત્ત)એ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. દેશના વિવિધ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને સારામાં સારી સુવિધા મળે તેવા પ્રયાસો […]

 યુવતીઓના ફેશન ટ્રેન્ડમાં કોલ્હાપુરી ચપ્પલનો વધ્યો ક્રેઝ, જાણો આ ફેશન સાથે જોડાયેલી મહત્વની વાતો

કોલ્હાપુરી ચપ્પલ વિશે આપણે ઘણુ સાંભળ્યું હશે જો કે આજકાલ યુવતીઓ પણ ફેશન તરફ આકર્ષાઈ રહી છે જેમાં અવનવી પેટર્ન જોવા મળે છે જે દરેક પ્રકારના ક્લોથવેર સાછે મેચ થાય છે. આ ફૂટવેર ખાસ કરીને પગને આરામ આપે છે. કોલ્હાપુરી ચપ્પલનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ ચપ્પલ સદીઓથી ભારતીય ફેશનમાં છે. તમે તેને કોઈપણ ડ્રેસ […]

દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “બીજી વ્યક્તિને જીવન આપવાથી મોટી માનવતાની સેવા બીજી કોઈ ન હોઈ શકે.”. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ 13માં ભારતીય અંગદાન દિવસ (આઈઓડીડી) સમારંભમાં આજે અહીં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતીથ . આ પ્રસંગે ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code