1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

PM મોદીએ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના 3 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. વાસ્તવમાં આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પીએમ […]

રણબીર સિંહ-આલિયાની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’નું ફર્સ્ટ ડે બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન 

મુંબઈઃ- અભિનેતા રણબીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ ગઈકાલે 28 જુલાઈને શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ આ ફિલ્મે બમ્પર કમાણી કરી છે ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. જાણકારી પ્રમાણે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીથી કરણ જોહરના દિગ્દર્શિત કમબેક કર્યું છે. […]

ગેંગસ્ટર છોટા શકીલના સાથીદારની 25 વર્ષ બાદ હત્યા કેસમાં ધરપકડ

દિલ્હી: ભાગેડુ ગેંગસ્ટર છોટા શકીલના કથિત સહયોગીની 25 વર્ષ બાદ હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લઈક મોહમ્મદ ફિદા હુસૈન શેખ (50)ને ગુરુવારે પાયધોની પોલીસની ટીમે થાણે રેલ્વે સ્ટેશન નજીકથી પકડ્યો હતો. ઘટના સમયે તે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ […]

G20 સમિટમાં ભાગ લેવા બ્રિટનના વડા ‘ઋષિ સુનક’ ઉત્સુક- યુકેના હાઈ કમિશનરે ભારતની કરી પ્રસંશા

દિલ્હીઃ- ા વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અનેક બેઠકો દેશના 200 જેટલા જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે ત્યારે હવે જી 20ની મહત્વની બેઠક કે જે ડિસેમ્બરમાં યોજાવાની છે જેમાં વિશ્વભરના નેતાઓ ઉપસ્થિતિ રહેવાના છે આવી સ્થિતિમાં બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું છે કે તેઓ જી 20ની બેઠકમાં ભાગ […]

મણિપુર હિંસા પર પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેએ કર્યો મોટો ખુલાસો

દિલ્હી: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ શુક્રવારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી શકાય નહીં. તે જ સમયે, તેમણે ‘વિવિધ વિદ્રોહી જૂથોને ચીની સહાય’ મેળવવાની હકીકતને પણ રેખાંકિત કરી.જનરલ (નિવૃત્ત) નરવણેએ કહ્યું કે સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી. તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય […]

રાજધાની દિલ્હીમાં વરસદાનો કહેર, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર તર્વાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાનીમાં ફરી એક વખત ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો સાથે જ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે હાલ દિલ્હી વાસીઓને વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત નથી. દિલ્હીના અનેક વિસ્તારોમાં વિતેલી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે […]

આંદામાન અને નિકોબારમાં જોરદાર ભૂકંપ,5.8ની તીવ્રતા સાથે ધ્રૂજી ધરા

આંદામાન અને નિકોબારમાં ભૂકંપ 5.8ની નોંધાઈ તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું દિલ્હી:ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે […]

રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે

લખનૌઃ- આજરોજ દેશભરમાં મુલ્સિમનો તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ આ પ્રસંગે દર્વર્ષે જાહેર રજાઓ શાળાઓમાં હોય છે જો કે ઉત્તરપ્રદેશની માધ્યમમિકથી  લઈને અનેક શાળાઓમાં મોહરમની રજાઓ રદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નિતીની આજે 3જી વર્ષ ગાઠ ઉજવવામાં આવી રહી છે જેને લઈને રાજધાની દિલ્હી ખાતે એક ભવ્યકાર્યક્રમનું આયોજન […]

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ ચાર ક્રૂ સભ્યો ગુમ બચાવ કામગીરી શરૂ  દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર […]

મણીપુરમાં અથડામણમાં  સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, 2 સેનાના જવાન સહીત 3 લોકો ઘાયલ

ઈમ્ફાલઃ- હિંસાગ્રસ્ત મણીપુરમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેના અને આતંકીઓ વચ્ચે એથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઠાક કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરના નોની જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code