1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ […]

ગુજરાતમાં 18મી જુલાઈથી ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ વરસાદના સામાન્ય ઝાપટાં પડશે

અમદાવાદઃ રાજ્યભરમાં તા.17મી સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડશે ત્યારબાદ તા. 18મીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બનતા તા. 18મીથી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં […]

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું રૂપિયા 240 કરોડનું રાહત પેકેજ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી ખેડુતોને પૂનઃ બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે. આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ […]

ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, IT, ફુડપ્રોસેસિંગ, સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે MOU કરાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કો.ઓપરેશનના જે કરાર 2018માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ […]

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી […]

ખોરજના રેલવે સ્ટેશનથી એસજી હાઈવે સુધીના કાદવ-કીચડ ભરેલા માર્ગથી વાહનચાલકો પરેશાન

ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. જેમાં ખોરજના ખોડિયાર રેલવે સ્ટેશનથી એસજી હાઈવે સુધીના રસ્તા પર કાદવ-કીચડના એટલા મોટા થર જામી ગયા છે. કે, રોડ દેખાતો નથી. કાદવને કારે વાહનો સ્લીપ પણ થઈ રહ્યા છે. આ મુદ્દે તંત્રને રજુઆતો કરવા છતા કોઈ પગલા લેવાયા નથી વરસાદના […]

ભાવનગરમાં વર્ષોથી ચાલતા ફ્લાઈઓવર બ્રિજનું કામ ક્યારે પુરૂ થશે?, તંત્રને ઢંઢોળવા કોંગ્રેસે કર્યો યજ્ઞ

ભાવનગરઃ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ફ્લાઈ ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષની ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. સમય મર્યાદામાં કામ પુરૂ ન થતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને બેવાર મુદત પણ વધારી આપવામાં આવી હતી છતા પણ બ્રિજનું કામ ઘણુ બાકી છે. તે ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજી બાજુ નવા બની રહેલા […]

રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવ વધતા મશીનો દ્વારા ફોગિંગ અને પોરા નાશકની કામગીરી હાથ ધરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધેલા મચ્છરોના ઉપદ્રવને દુર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. હાલ શહેરની તમામ શેરીઓ અને સોસાયટીઓમાં મશીનો દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જ્યા વરસાદી પાણી […]

અમદાવાદમાં એએમટીએસ 200 સીએનજી બસ ખરીદીને કોન્ટ્રાક્ટરોને ચલાવવા માટે આપશે

અમદાવાદઃ એએમસી સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ 200 જેટલી સીએનજી બસ ખરીદીને ખાનગી કોન્ટ્રાકટરોને ચલાવલા માટે આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસની તમામ 800થી વધુ બસો હવે કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલે છે. એક પણ બસ કોર્પોરેશનની નથી. તમામ બસોનું સંચાલન કોન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પડેલા 5000થી વધુ ખાડાં પૂર્યાનો AMCનો દાવો

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. તો ઘણી જગ્યાએ ભવા પણ પડ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ત્રણ દિવસમાં રોડ પર પડેલા 5000થી વધુ ખાડાઓ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code