1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાંજના નાસ્તા તરીકે ટ્રાય કરો આ ખાસ તરબૂચ પીઝા, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારાક

સાંજના સમયે ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ ખાવા માટે તમે તરબૂચ પીઝા ઘરે બનાવી શકો છો. લોકો મોટાભાગે ઠંડુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે નવી ડિશ તૈયાર કરી શકો છો. તમે ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી તરબૂચ પિઝા બનાવી શકો છો. આ કામ સમયસર પૂર્ણ થશે. તરબૂચ પીઝા બનાવવા માટે, તરબૂચને ધોઈ લો અને […]

સુરતમાં કેનાલ રોડ પર મોટો ભૂવો પડ્યો, લોકોએ ભાજપનો ઝંડો લગાવી દીધો

સુરત: શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે. જેમાં શહેરના કેનાલ રોડ પર આખેઆખી કાર સમાય જાય એટલો મોટો ભૂવો પડતા આજુબાજુના સ્થાનિક લોકોએ મ્યુનિ.ના તંત્રની ટીકા કરી હતી. અને કેટલાક લોકોએ ભૂવા પર ભાજપના કમળના સિમ્બોલવાળો ધ્વજ લગાવી દીધો હતો. આમ લોકોએ મુક બનીને ભાજપના સત્તાધિશો સામે વિરોધ કર્યો હતો. સુરત […]

કાકરાપાર ડેમ 160 ફૂટ છલોછલ ભરાયા બાદ ઓવરફ્લો, લોકો ડેમનો નજારો જોવા ઉમટી પડ્યાં

સુરત:  દક્ષિણ ગુજરાતમાં વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘણાબધા તળાવો છલકાયા છે. સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી […]

ગાંધીનગરમાં અડાલજના જગન્નાથજીના મંદિરેથી નીકળી રથયાત્રા, મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. અડાલજના જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાના પ્રારંભ પહેલા મુખ્યમંત્રીએ પહિન્દ વિધી કરાવી હતી. અને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજી નગરની પરિક્રમાએ નિકળ્યા હતા. ભગવાનની રથયાત્રામાં શહેરના મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન […]

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ […]

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

અમદાવાદઃ આજ રોજ અષાઢ સુદ બીજ રથયાત્રાના પવિત્ર દિવસે આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ (IMCTF) દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરી 2025 ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજાનાર છે તેના કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ. સ્વામી મુક્તાનંદજી બાપુના સચિવ રાઠોડ, તેમજ અતિથિ વિશેષ તરીકે […]

પાલિતાણાના નાની રાજસ્થળી ગામમાં પાણીના ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને લીધે નદી, નાળાં અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના પાલિતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજતા નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં જાંબુ લેવા બે બાળકો ગયા […]

રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,

રાજકોટઃ શહેરમાં આજે અષાઢી બીજના દિને નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી નિકળેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. રથયાત્રાના પ્રારંભ પહેલા પહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં […]

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]

જગન્નાથ મોસાળમાં પધાર્યા, ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું, લાખો ભક્તોએ પ્રસાદ આરોગ્યો

અમદાવાદઃ  ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચતા ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું હતું.  મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની ઉમટી પડી હતી. જય જગન્નાથજીના નાદ સાથે મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રથયાત્રાને વિશ્રામ અપાયા બાદ લાખો ભાવિકોએ પ્રસાદ આરોગ્યો હતો. સરસપુરની તમામ શેરીઓમાં ભક્તો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code