1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વમાં આગળ વધવા નવા રિસર્ચ અને ઇનોવેશન ખૂબ જરૂરી છે. ડો. મનસુખ માંડવિયા
વિશ્વમાં આગળ વધવા નવા રિસર્ચ અને ઇનોવેશન ખૂબ જરૂરી છે. ડો. મનસુખ માંડવિયા

વિશ્વમાં આગળ વધવા નવા રિસર્ચ અને ઇનોવેશન ખૂબ જરૂરી છે. ડો. મનસુખ માંડવિયા

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 27થી 30 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રથમ ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સમાં વિશ્વભારના અનેક સ્પોર્ટ્સ રિસર્ચર્સ ભાગ લઈ રહ્યાં છે.

કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જે પ્રકારનું રિસર્ચ અને ઇનોવેશન થઇ રહ્યાં છે તેના આધારે કહી શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. રક્ષા યુનિ. બદલતા ભારતનું પ્રતિબિંબ છે. અહીં બી-કોરની વાત થઇ તેને હું ભારતનું પોર કહીશ કારણ કે બદલાતા ભારતમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રાથમિકતા આપાઈ રહી  છે. આપણે આગળ વધવું છે આપણે પ્રગતી કરવાની છે. આપણે એક ગોલને અચીવ કરવા મહેનત કરવાની છે. તેના માટે રિસર્ચ અને ઇનોવેશનની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. તમે રિસર્ચ નહી કરી શકો અને નવા આઈડિયા ઇમ્પલીમેન્ટ નહી કરી શકો તો તમે દુનિયામાં પાછળ રહી જશો. આપણે આગળ વધવું હોય તો રિસર્ચ અને ઇનોવેશનને પ્રાથમિકતા આપવી પડશે. રક્ષા શક્તિ યુનિ. દ્વારા ખાસ કરીને સ્પોર્ટ્સ અને ઓલિમ્પિકસ માટેના રિસર્ચ પર ભાર આપવાની શરૂઆત કરી છે.

ઓલિમ્પિક્સ માત્ર સ્પર્ધા નથી ઓલિમ્પિક સ્પોર્ટ્સનું પ્રતીક છે અને સ્પોર્ટ્સ આપણી જીવનશૈલીમાં છે. તે અનેક સમસ્યાઓનું સમાધાન આપે છે. તેથી પ્રધાનમંત્રી મોદીએ ખેલો ઇન્ડિયા અને દેશને સ્પોર્ટસ માટે ફિટ રાખવા ફિટ ઇન્ડિયા અંતર્ગત એક મહા અભિયાનની શરૂઆત કરી છે. મોદીજીએ કહ્યું છે 2036માં આપણે આપણા દેશમાં ઓલિમ્પિકસ કરવો છે. જે વધતી ભારતની શક્તિનું પ્રતીક છે. આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે 2047માં દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હશે ત્યારે ભારત વિકસિત દેશની શ્રેણીમાં હશે. માત્ર ભૌતિક રીતે નહી પરંતુ દેશના નાગરિકો શારીરિક અને માનસિક રીતે પણ એટલાજ ફિટ હોવા જાઈએ તે માટે ફિટ ઇન્ડિયા અભિયાનની ભુમિકા મહત્વની હશે. માનસિક અને શારીરિક રીતે ફિટ વ્યક્તિ એક આદર્શ સોસાયટીનું નિર્માણ કરે છે. આદર્શ સોસાયટી એક સમૃદ્ધ રાષ્ટ્રનો માર્ગ પ્રસસ્ત કરે છે. તેથી વધતી તાકાતનું પ્રતીક સ્પોર્ટ્સ હોય છે. 2036 માટે મોદીજીએ કહ્યું કે આપણે સ્પોર્ટ્સની રેન્કિગમાં પ્રથમ 10માં આવવાનું છે. અને જ્યારે દેશ પોતાનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે સ્પોર્ટ્સમાં ગોલ નક્કી કરી આપણે પ્રથમ 5માં આવવાનું છે. તેના માટે આપણે મેદાનમાં જવું પડશે, કમ્પટીશનમાં જવું પડશે અને કોમ્પટીશમાં જઇશુ તો જીતીશું. જે જીતે છે તે પોતાનું પરચમ લહેરાવે છે. મેડલ ટેલીમાં પોતાને કનવર્ટ કરવા માટે સ્પોર્ટ્સ સાયન્સની મહત્વની ભૂમિકા રહેલી છે. તેથી જ્યારે ઓલિમ્પિક્સ રિસર્ચની આપણે વાત કરીએ છીએ ત્યારે તેની અસર સોશિયલ, યુથ ઇફેક્ટ, એક્સપોલઝર, દેશનો ઇન્ટરનેશનલ પરસેપ્શન કેવો બને છે તેવા તમામ વિષયોને ભેગા કરી એક ઓલિમ્પિક રિસર્ચ બને છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ કોન્ફરન્સ કોઇ નાની કોન્ફરન્સ નથી અહીં 60થી વધુ રિસર્ચ પેપર રજુ થવાના છે. દુનિયાના અનેક દેશોના ઓલિમ્પિક્સમાં રિસર્ચ કરનારા રિસર્ચર્સ આ કોન્ફર્ન્સમાં ભાગ લઇ રહ્યાં છે. સાઉથ એશિયામાં આ પ્રકારની પહેલી કોન્ફરન્સ થઇ રહી છે. તેની ખૂબ મોટી અસર થવાની છે તે માત્ર આપણા દેશ પર નહી પરંતુ વિશ્વભારમાં તેની અસર જોવા મળશે. તેથી સ્પોર્ટ્સ એક કદમ આગળ વધશે. આ પ્રસંગે ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક્સ રિસર્ચ અને એજ્યુકેશનના( બી-કોર) ડાયરેક્ટર ડો. ઉત્સવ ચવારેએ મહેમાનોનું સ્વાગત કરવાની સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. બીમલ પટેલ, પ્રો વિસી ડો. કલ્પેશ વાન્ડ્ર સહિત દેશ વિદેશથી આવેલા રિસર્ચર્સ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code