1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કચ્છના માંડવીના બીચ પર દરિયામાં ડુબી જતાં પિતા-પૂત્રના મોત

નવા વર્ષની ઊજવણી માટે પરિવાર બીચ પર ગયું હતુ, નાહવા પડતા દરિયાના મોજા પિતા-પૂત્રને ખેચી ગયા, સ્થાનિક તરવૈયાઓએ બન્નેના મૃતદેહોને બહાર કાઢ્યા ભૂજઃ કચ્છમાં માંડવીના દરિયાઈ બીચ પર હાલ દિવાળીના વેકેશનને લીધે પ્રવાસીઓ આવી રહ્યા છે. બીચ પરથી દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક પ્રવાસીઓ દરિયામાં નહાવા માટે પડતા હોય છે. અને તેથી ઘણીવાર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, બેના મોત

લીંબડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, વઢવાણ- લખતર હાઈવે પર ટ્રકની અડફેટે આધેડનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતો. પ્રથમ અકસ્માતનો બનાવ લીંબડી નજીક નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને […]

રાજકોટની આજી નદી ગાંડી વેલને લીધે લીલીછમ, મ્યુનિ.ની નિષ્ક્રિયતા

RMCએ 3.20 કરોડના ખર્ચે ખરીદેલા બે મશીનો ધૂળ ખાય છે, નદીકાંઠા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત, નદીમાં જળકૂંભી( ગાંડીવેલ)ને હટાવવાની મ્યુનિને ફુરસદ મળતી નથી રાજકોટઃ શહેરમાં આજી નદીમાં જળકુંભી યાને ગાંડીવેલને લીધે જ્યાં નજર નાંખો ત્યાં પાણીને બદલે લીલી વેલ જોવા મળે છે, નદીમાં ગાંડી વેલને લીધે નદીકાંઠા વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી રહ્યો […]

રાજકોટમાં લાભ પાંચમ બાદ મ્યુનિ. દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરાશે

75000થી વધુ વેરા બાકી હોય એવા કરદાતાઓને નોટિસ, સિલિંગ ઝૂંબેશ હાથ ધરીને કડક ઉઘરાણી કરાશે, 10 હજાર કોમર્શિયલ પ્રોપર્ટીધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી રાજકોટઃ શહેરમાં દિવાળીના મીની વેકેશન બાદ હવે લાભ પાંચમથી વેપાર ધંધાઓ પુનઃ ધમધમતા થશે. શહેરની મ્યુનિ. કચેરીમાં પણ રજાઓ પૂર્ણ થતાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. હવે નવેમ્બરમાં મ્યુનિની આવક […]

સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળીની રજાઓ ફળી, છેલ્લા બે દિવસમાં 13,64,350 આવક

છેલ્લા બે દિવસમાં પ્રાણી સંગ્રહાલયની 48116 લોકોએ લીધી મુલાકાત, મુલાકાતીઓના ધસારાને લીધે ઝૂમાં સોમવારની રજા રદ કરાઈ, સરથાણા ખાતેના ઝૂમાં સવારથી જ મુલાકાતીઓની લાઈનો લાગે છે સુરતઃ શહેરમાં હાલ દિવાળીની રજાઓનો માહોલ છે. મોટાભાગના પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ પૂજન માટે પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર અને ઉત્તર […]

હવામાન વિભાગ કહે છે, ગુજરાતમાં હવે સપ્તાહમાં ઠંડીમાં વધારો થશે

અંબાલાલ પટેલના કહેવા મુજબ 14મીથી 22 દરમિયાન માવઠુ પડી શકે છે, બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે, દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વિઝિબિલિટી ઘટી અમદાવાદઃ કારતક મહિનાના પ્રારંભ સાથે વિધિવતરીતે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે હજુ પણ પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. એટલે હજુ પણ […]

અમદાવાદમાં એક સપ્તાહમાં આગના 205 બનાવો બન્યા,

ફાયર બ્રિગેડનો સ્ટાફ દિવાળીના તહેવારોમાં સતત સક્રિય રહ્યો, ફટાકડાને લીધે 20 જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવો બન્યા, ગત વર્ષ કરતા આગના બનાવોમાં ઘટાડો નોંધાયો અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોમાં ફટાકડાને લીધે આગના બનાવોમાં વધારો થયો હોય છે. આ વખતે છેલ્લા એક સપ્તાહમાં આગ લાગવાના 205 બનાવો બન્યા હતા. જેમાં દિવાળીની રાતે જ  આગ લાગ્યાના 80 બનાવો […]

ઝારખંડ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની તુષ્ટિકરણ નીતિને કારણે ઘૂસણખોરીનો ખતરો એટલો મોટો થઈ ગયો છે કે રાજ્યની શાળાઓમાં સરસ્વતી વંદના પર પ્રતિબંધ છે, તીજના તહેવારો પર પથ્થરમારો થઈ રહ્યો છે, માતા દુર્ગાનો માર્ગ છે પ્રતિમાઓ તરફ પણ રોક લગાવવામાં આવી રહી છે. હવે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે. […]

અમરેલીના રાંઢિયા ગામે કારમાં ગુંગળાઈ જતા 4 બાળકોના મોત

4 બાળકો રમતા રમતા કારનો દરવાજો ખોલીને કારમાં બેસી ગયા, કારનો દરવાજો બંધ કર્યા બાદ લોક થઈ ગયો, ખેતરના માલિકની કારમાં શ્રમિક પરિવારના બાળકો ભોગ બન્યા અમરેલીઃ  તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી શ્રમિક પરિવારના 4 બાળકોનાં મોત નિપજતા ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવારના 4 બાળકો  રમતાં રમતાં કારનો દરવાજો […]

મોદીએ અલ્મોડામાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના મર્ચુલા પાસે એક બસ ખાઈમાં પડતાં 23 લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત સમયે બસમાં 45થી વધુ લોકો સવાર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલ્મોડામાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code