Homeગુજરાતીઓડિશાના રાઉરકેલામાં હોકી ઈન્ડિયા લીગ શરૂ થશે

ઓડિશાના રાઉરકેલામાં હોકી ઈન્ડિયા લીગ શરૂ થશે

નવી દિલ્હીઃ ઓડિશાના રાઉરકેલામાં આજથી હોકી ઈન્ડિયા લીગ શરૂ થઈ રહી છે. બિરસા મુંડા સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સ અને ગોનાસિકા વચ્ચે ઉદ્ઘાટન મેચ રમાશે. હોકી લીગ બે તબક્કામાં રમાશે. મેચનો પ્રથમ તબક્કો આજથી 18 જાન્યુઆરી સુધી ચાલશે જેમાં તમામ ટીમોએ એક-બીજા સામે એક વખત રમવાનું રહેશે.

બીજો તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં ટીમો બે પૂલમાં હશે. દરેક પૂલમાં ટીમો એકબીજા સાથે રમશે. બંને પૂલની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ રમાશે. ફાઈનલ મેચ 1લી ફેબ્રુઆરીએ રમાશે.

સંબંધિત લેખો

Most Popular