1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ ફરીવાર ઠંડીનું જોર વધવાની શક્યતા

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે નર્સરીઓ પરથી વિવિધ રોપાનું વેચાણ કરાશે

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ગઈ તા.1લી જાન્યિઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ફ્લાવર શો યોજાઈ ગયો, ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોનો નજારો માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. ફ્લાવર શો પૂર્ણ થતાં હવે ફ્લાવરના રોપાઓના વેચાણનો એએમસીના ગાર્ડન વિભાગે નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિની નર્સરીઓ ઉપરથી આ […]

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક સેલ્ફી લેતા નદીમાં પડેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત

ભરૂચ, 1 ફેબ્રુઆરી 2026: શહેર નજીક નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે આજે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે સેલ્ફી લેતા પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા […]

ભાવનગર -સોમનાથ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત

અમરેલી, 1 ફેબ્રુઆરી 2026:  ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ નજીક ફરી એકવાર વન્યપ્રાણીના અકસ્માતની ગંભીર ઘટના બની છે. હાઈવે પર નાગેશ્રી ટોલનાકા નજીક રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ટક્કર મારતા સિંહણનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. આ બનાવની […]

અંબાજી મંદિરમાં આજે પૂનમે માતાજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

અંબાજી, 1 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે મહા સુદ પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સિદ્ધિ વિનાયકની આરતી, માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર […]

સુરતમાં નો-પાર્કિંગમાં કાર ટોઈંગ કરતા પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે મારમાર્યો

સુરત, 1 ફેબ્રુઆરી 2026:  શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ટોઈંગ કરવાની કામગીરી કરી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાલકે હુમલો કરી માર મારતા કારચાલક સામે ગુનોં નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉધનાના સિલિકોન શોપર્સ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં […]

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ રામસર સાઇટ જાહેર

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – Banni’s Ratan ‘Chhari-Dhand’ બન્નીના રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત […]

ગુજરાતમાં રૂપિયા 663 કરોડના ખર્ચે 2666 ગામોને મળશે પોતિકા પંચાયત ઘર

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ […]

જુનાગઢમાં મહા શિવરાત્રિનો મેળો સૌથી ભવ્ય અને યાદગાર બની રહેશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ […]

વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરતા બે આરોપીઓ પકડાયા

વાપી, 30 જાન્યુઆરી 2026: વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગઈ. તા 27મી જાન્યુઆરીને મંગળવારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે રેલવે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરીને બે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code