Homerevoinewsસમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે થેલેસેમીયા પરીક્ષણ કરવામાં આવ્યું

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે થેલેસેમીયા પરીક્ષણ કરવામાં આવ્યું

ગાંધીનગર, 18 ઓગસ્ટ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી શંકરસિંહજી વાઘેલા બાપુ જન્મોત્સવ અનુસંધાને છેલ્લા એક મહિનાથી વિવિધ સામાજીક સેવા કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેના ઉપક્રમે કોલેજ વિમેન ડેવલોપમેન્ટ સેલ, રાષ્ટ્રીય સેવા યોજના એકમ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ગાંધીનગર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચની મેડીકલ ટીમ દ્વારા કોલજમાં પ્રવેશ મેળવેલા વિધાર્થી ભાઈઓ – બહેનોનું થેલેસેમીયા પરીક્ષણ સંસ્થાના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, કેમ્પસ રજીસ્ટ્રાર ડૉ. એમ ડી પાંડે અને જીલુભા ધાંધલના માર્ગદર્શનમાં કરવામાં કરવામાં આવ્યું.

Thalassemia test conducted at Samarpan Arts and Commerce College
Thalassemia test conducted at Samarpan Arts and Commerce College

પરીક્ષણનો પ્રારંભ સંસ્થાના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવે, કોલેજ ભૂતપૂર્વ વિધાર્થી મંડળના પ્રમુખ દિપકભાઈ પ્રજાપતિ અને ઉપસ્થિત અધિકારી તેમજ તબીબો દ્વારા પ્રકૃતિ તુલસી પૂજન દ્વારા કરવામાં આવ્યો. સંસ્થાના કુલ ૨૭૦ વિદ્યાર્થીઓનું થેલેસેમીયા પરીક્ષણ પ્રતિવર્ષ મુજબ કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી સેલના આર્થિક સહયોગથી કરવાના આવ્યું. રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળેલી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજ વિમેન ડેવલોપમેન્ટ સેલ અધ્યક્ષ ડૉ રમીલાબેન પટેલ અને રાષ્ટ્રીય સેવા યોજના એકમના પ્રોગ્રામ ઓફિસ ડૉ. નીતેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત લેખો

Most Popular