Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં શ્રાવણ મહિનામાં 30 મંદિરોના દર્શન માટે AMTSની બસ પ્રવાસ યોજના

અમદાવાદમાં શ્રાવણ મહિનામાં 30 મંદિરોના દર્શન માટે AMTSની બસ પ્રવાસ યોજના

અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026 : AMTS bus tour scheme for visiting 30 temples during the month of Shravan રાજ્યભરમાં તા.13મી ઓગસ્ટને ગુરૂવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. અમદાવાદ શહેરના નાગરિકો શ્રાવણ માસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરી છે. એએસટીએસ બસમાં ખાસ પ્રવાસ યોજના હેઠળ નાગરિકો અલગ અલગ વિસ્તારના 30 મંદિરોમાં દર્શન કરી શકશે.  બસ નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. જેના માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે.

આ અંગે AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે કહ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકો શહેરના મહાદેવના મંદિર સહિત અલગ અલગ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે, ત્યારે લોકો એકસાથે ભેગા મળીને દર્શન કરવા જઈ શકે, જેથી AMTSએ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારના વિવિધ મંદિરો નક્કી કરવામાં આવ્યા છે. આ ધાર્મિક પ્રવાસ માટે નોન એસી બસો ફાળવવામાં આવશે.

અમદાવાદ શહેરની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં કેપેસિટી 30 લોકોની છે, પરંતુ વધુમાં વધુ 40 બેસી શકશે.

સંબંધિત લેખો

Most Popular