કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી, હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે
- કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી
- હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે
દિલ્હીઃ- ભારત દેશ સતત દરેક મોર્ચે આગળ વધી રહ્યો છએ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત આવગું સ્થાન બનાવામાં સફળ રહ્યું છે ત્યારેસંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સશસ્ત્ર દળો માટે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓની ખરીદી માટે રૂ. 70,500 કરોડથી વધુની કિંમતના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે તમામ આયોજિત ખરીદી ભારતીય-IDDM શ્રેણી હેઠળ કરવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા પર ચીન સાથે લગભગ ત્રણ વર્ષ સુધી ચાલી રહેલી સ્થિતિ વચ્ચે આ નવી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે
આ હેઠળ હવે હોવિત્ઝર્સ, બ્રહ્મોસ મિસાઇલ, યુએચ મેરીટાઇમ હેલિકોપ્ટર વગેરે શત્ત્ોની ખરીદી કરવામાં આવશે.શસ્ત્ર પ્રણાલીઓની પ્રાપ્તિ માટેની મંજૂરી વિશે વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંરક્ષણ સંપાદન પરિષદે આર્મી માટે 307 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ (એટીએજીએસ) ની પ્રાપ્તિની જરૂરિયાતને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે સ્વદેશી 155mm/52 કેલિબર ATAGS ને DRDO દ્વારા ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, DAC એ નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો માટે વિસ્તૃત રેન્જ સાથે 200 વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.