1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ-  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી
કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ-  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી

કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ-  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી

0
Social Share
  • કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ
  • એક રાજ્ય.માંથી બીજા રાજ્યમાં દજવા આરટીપીસીઆરની જરુરીય નહી રહે
  • પ્રયોગશાળાના ભઆરને ઘટાડવા લેવાયો નિર્ણય
  • ચોક્કસ દિશામાં  કોરોનાની તપાસ થાય તે હેતુંથી નિર્ણય લેવાયો

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છએ જેને લઈને એક રાજ્.થી બીજા રાજ્.માં એન્ટ્રી કરવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવું અનિવારય કરવામાં આવ્યું હતું , જો કે હવે કેન્દ્ર દ્રારા આ નિયમને બદલવામાં આવ્યો છે, હવેથી  એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે આરટી પીસીઆર પરિક્ષણની જરૂર રહેશે નહીં.

આ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આપેલા નિર્દેશમાં જણાવ્યું છે કે દેશની પ્રયોગશાળાઓ પર વધુ પડતા ભારને ઘટાડવા અને યોગ્ય દિશામાં તપાસ કરવા માટે આંતર-રાજ્ય યાત્રા માટે આરટી-પીસીઆર પરીક્ષણની આવશ્યકતા દૂર કરવી જોઈએ.

જો કે, મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે આ છૂટ ફક્ત તે લોકોને જ આપવી જોઈએ જેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય તબીબી સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ ડો.બાલારામ ભાર્ગવાએ અપીલ પણ કરી છે કે જેમને હળવી શરદી, તાવ અથવાખાસી  હોય તેવા લોકોએ પણ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આવી સ્થિતિમાં મુસાફરી કરવી ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વિતેલા વર્ષે પણ ઘણા રાજ્યોએ પોતપોતાના વિસ્તારોમાં સમાન નિયમો લાગુ કર્યા હતા, પરંતુ આ વખતે બીજી તરંગમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ ઘણા શહેરોમાં તપાસ માટેની રાહ  જોવામાં પણ સાતથી આઠ દિવસનો સમય લાગી જાય છે. ઘણાં કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે કે પરિવારને હોસ્પિટલમાં દાખલ થયા પછી અથવા મૃત્યુ પછી તેના સંક્રમણ વિશે ખબર પડી હતી. ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને હવે આરટી પીસીઆર સંબંધિત નિયમોમાં નવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

એક અઠવાડિયા પહેલા, આઈસીએમઆરએ રાજ્યોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકો માટે આરટી પીસીઆરની આવશ્યકતા નાબૂદ કરવાની સલાહ આપી હતી.ઉપરાંત, જેમને એન્ટિજેન પરીક્ષણમાં જો સંક્મિત જોવા મળે તો તેની ફરીથી તપાસ થવી જોઈએ નહીં. આ સિવાય, દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે ત્યાંર બાદ બીજા કોવિડ પરીક્ષણની જરૂર રહેશે નહી. આ ત્રણ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ એ છે કે આઇસીએમઆર ટૂંકા સમયમાં યોગ્ય દર્દી સુધી પહોંચવા માંગે છે જેથી સંક્રમિતોને તરત આઈસોલેટ કરી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code