Site icon Revoi.in

ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

Social Share

નવી દિલ્હીઃ દેશના પહાડી વિસ્તારોથી લઈ મેદાની પ્રદેશ સુધી ભીષણ શીત લહેરના પ્રકોપનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ઠંડીએ ભરડો લીધો છે. અને હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં બરફ વર્ષા થઈ છે. સૌથી વધુ બરફ વર્ષા હિમાચલ પ્રદેશમાં થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 27-28 ડિસેમ્બરે , ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. તો દિલ્લીમાં પણ આજે વાદળાછાયા વાતાવરણ સાથે વરસાદ પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને મધ્ય ભારતમાં બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગગડી જવાને કારણે ગંભીર શીત લહેરોની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાણીની પાઈપ લાઈનો પણ જામી ગઈ છે. દાલ સરોવર સહિત અનેક જળાશયોની સપાટી પર બરફનો પડ જામી ગયો હતો.