Site icon Revoi.in

ભારતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુઃ WHO

Social Share

નવી દિલ્હી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તાજેતરમાં કહ્યું છે કે, ભારતમાં ચાંદીપુરા વાયરસનો વર્તમાન પ્રકોપ 20 વર્ષમાં સૌથી વધુ છે. WHO મુજબ, જૂન અને 15 ઓગસ્ટની વચ્ચે, આરોગ્ય મંત્રાલયે ‘એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ’ (AES) ના 245 કેસ નોંધ્યા હતા, જયારે 82 લોકોના મોત થયા હતા.

ભારતમાં કુલ 43 જિલ્લાઓમાં હાલમાં AES કેસ નોંધાયા છે, જેમાંથી ચાંદીપુરા ચેપ (CHPV) ના 64 પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે. “CHPV ભારતમાં સ્થાનિક છે અને ભૂતકાળમાં નિયમિતપણે ફાટી નીકળ્યા છે, પરંતુ ચાંદીપુરા ચેપનો આ પ્રકોપ 20 વર્ષમાં દેશમાં સૌથી મોટો છે,” WHO એ 23 ઓગસ્ટના રોજ પ્રકાશિત તેના ‘ડિસીઝ આઉટબ્રેક ન્યૂઝ’માં જણાવ્યું હતું.”

ગુજરાતમાં દર ચાર-પાંચ વર્ષે CHPVના પ્રકોપમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસ (CHPV) એ Rhabdoviridae પરિવારનો સભ્ય છે જે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન છૂટાછવાયા કેસો અને ફાટી નીકળે છે.  તે ‘સેન્ડ ફ્લાય્સ’ અને ‘ટિક્સ’ જેવા રોગ વહન કરનારા જંતુઓ દ્વારા ફેલાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, પીડિતોને શક્ય તેટલી ઝડપથી સારવાર આપીને બચવાની તકો વધારી શકાય છે. જે વિસ્તારોમાં આ ચેપના મોટાભાગના કેસ નોંધાયા છે ત્યાં દેખરેખના પ્રયાસો વધારવો જોઈએ અને ચેપગ્રસ્ત લોકોની સમયસર સારવાર થવી જોઈએ.

WHOએ કહ્યું કે 19 જુલાઈથી રોજના AES કેસમાં ઘટાડો થયો છે. આંધ્ર પ્રદેશમાં 2003માં AESનો મોટો પ્રકોપ જોવા મળ્યો હતો, જેમાં 329 કેસ અને 183 મૃત્યુ થયા હતા.