Site icon Revoi.in

વનપાલ ભરતીના નિયમોમાં ફેરફાર: હવે પહેલા લેખિત પરીક્ષા, 20% વેઈટિંગ લિસ્ટની જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારસુઘીમાં આ ભરતીમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન મુજબ, વનપાલ (વર્ગ-3)ની ભરતી પ્રક્રિયામાં હવેથી લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે. લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી માટે ઉમેદવારનું મેરિટ જાહેર કરાશે.

વન વિભાગના લેખિત પરીક્ષાના નિયમ સાથે વધુ એક અગત્યની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે, જ્યારે પણ ભરતી જાહેર કરવામાં આવશે, ત્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરતીના કુલ ઉમેદવારોના 20 ટકાનું વેઈટિંગ લિસ્ટ તૈયાર કરાશે. આમ જ્યારે પણ જરૂર જણાશે, ત્યારે વેઈટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને પહેલી તક આપવામાં આવશે.

Exit mobile version