Site icon Revoi.in

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ

Social Share

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેસિક ટ્રેનર વિમાન શુક્રવારે તામ્બરમ નજીક નિયમિત તાલીમ ઉડાન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે પાયલટ સમયસર ઇજેક્ટ થઈ ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો ભાગ હતી. ઘટના બાદ તરત જ રાહત અને સુરક્ષા ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પ્રશાસને પણ જરૂરી મદદ પૂરી પાડી હતી. દુર્ઘટનાના કારણોની ચોક્કસ માહિતી મેળવવા માટે વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (વિશેષ તપાસ કમિટી) રચના કરી છે, જે સંપૂર્ણ તપાસ કરશે.

વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે “ઉડાનોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.”

(PHOTO-FILE)

Exit mobile version