Site icon Revoi.in

છત્તીસગઢ: લાંચ માંગવા બદલ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Social Share

બેમેતરા: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં છેતરપિંડીના કેસમાં, અરજદાર પાસેથી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસ કર્મચારીઓએ નાણાની માંગણી કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેના પગલે આઈજીએ સ્ટેશન ઈન્ચાર્જ ઉપરાંત અન્ય ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક અરજદારે સાયબર ક્રાઈમ સંબંધિત એક કેસમાં ફરિયાદ કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જ અને અન્ય  પોલીસકર્મીઓ એ ફરિયાદ પર કાર્યવાહી કરવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી. પીડિત અરજદારે આ અંગે દુર્ગ રેન્જના આઈજી રામ ગોપાલ ગર્ગને ફરિયાદ કરી હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદ સાથે પુરાવા પણ રજૂ કર્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ મામલો ગંભીર જણાતા આઈજી રામગોપાલ ગર્ગે બેમેતારા જિલ્લાના પરપોડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રમોદ શર્મા, હેડ કોન્સ્ટેબલ શિવરાજ સિંહ રાજપૂત, કોન્સ્ટેબલ તુકારામ નિષાદ અને હેડ કોન્સ્ટેબલ મોહિત ચેલકને સસ્પેન્ડ કર્યાં હતા. આ સાથે આઈજી રામગોપાલ ગર્ગે એસપી બેમેતરાને સમગ્ર મામલાની તપાસ કરીને તપાસ રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.

Exit mobile version