અમદાવાદમાં પોલીસ જવાનોને ટક્કર મારીને ભાગેલી કાર અને PCR વાન વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા,
અમદાવાદ: શહેરમાં પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતો પણ વધી રહ્યા છે. જેમાં રાતના સમયે સીન્ધુ ભવન રોજ અને એસજી હાઈવે પર પુરફાટ ઝડપે બેરોકટોક વાહનો દોડતા હોય છે. આથી રાતના સમયે વાહનચાલકો દારૂ પીને વાહનો તો ચલાવતા નથી તેના માટે સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. શહેરના રાજપથ રોડ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી ત્યારે પુરફાટ ઝડપે આવી રહેલી કારને રોકવાનો આશારો કરતાં જ કારચાલકે પોલીસ જવાનોને ટક્કર મારીને નાસી જતાં તેને પકડવા પીસીઆર વાન દોડાવી હતી. ફિલ્મોમાં પોલીસ જે રીતે આરોપીઓને પકડવા માટે વાનમાં પીછો કરે છે, તેવી જ ઘટના બની હતી. રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. દરમિયાન એક શખસને કારમાંથી ઉતારી કાર નાસી ગઈ હતી. અને પોલીસે કારમાંથી ઉતરેલા શખસને પકડી લીધો હતો.જેની પાસેથી કારમાં બેઠેલા અન્ય શખસોના નામ મેળવીને પોલીસે તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના અતિપોશ ગણાતા રાજપથ કલબ રોડ પર બે પોલીસ કર્મચારીઓ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે પુરફાટ ઝડપે આવતી કારને રોકવા માટેનો ઈશારો કર્યો હતો. દરમિયાન કાર પોલીસ જવાનોને ટક્કર મારીને પલાયન થતાં પોલીસેના અન્ય જવાનોએ પીસીઆર વાન પાઠળ દોડાવીને કારનો પીછો કર્યો હતો. રાજપથ ક્લબથી એસપી રીંગ રોડ સુધી પીસીઆર વાન તેમજ વર્ના કાર વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મોમાં જે રીતે પોલીસ વાહનનો પીછો કરી રહી હોય તેવા સીન જોવા મળ્યા હતા. વર્ના કારે પોલીસની વાનને પણ ટક્કર મારીને નુક્શાન કર્યુ હતું. થોડા સમય બાદ વર્ના કારમાંથી એક યુવક ઉતરી ગયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે કાર ચાલક સહિત અન્ય લોકો નાસી જવામાં સફળ થયા છે.
પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અવીનાશ સુભાષભાઇ રાજપુત (રહે, સૈજપુર બોઘા) તેમજ ધ્રુવીન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અજાણ્ય શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિશ તેમજ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની ફરિયાદ કરી છે.