1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ
જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.  આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે તે પહેલાં જ તેના સમાધાનના આગોતરા ઉપાયો તેઓ શોધી લે છે. આ જ પરિપાટીએ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષો પહેલાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કરીને પર્યાવરણીય વિપરીત અસરો ખાળવાનો સફળ આયામ અપનાવ્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની વર્તમાન સરકારે પણ વડાપ્રધાનએ નાંખેલા વિકાસના મજબૂત પાયાને આધારે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપી છે અને પર્યાવરણ જાળવણી સાથે કલાયમેટ ચેન્જની સમસ્યા દૂર કરવાના ઉપાયો સફળતાપૂર્વક પાર પાડયા છે. ભૂપેન્દ્ર પટેલે ઋતુચક્ર-વાતાવરણમાં થઇ રહેલા ઝડપી બદલાવ અને ફેરફાર નિવારવા તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવા પર્યાવરણ પ્રિય ઉપાયો તરીકે ગ્રીન કલીન સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ, રાસાયણમુકત પ્રાકૃતિક ખેતી માટે પણ સજાગ થવાની આવશ્યકતા સમજાવી હતી.

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન વચ્ચે ત્રણ MoU થયા હતા. આ MoU અનુસાર, રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાાથે, કલાયમેટ ચેન્જ વિષયમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે એમ.એસ.યુનિવર્સિટી સાથે તેમજ શિક્ષકોને કલાયમેટ ચેન્જ વિષયની તાલીમ માટે IITE સાાથેના MoU પરસ્પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. સૂર્યઉર્જા ક્ષેત્રે સોલાર રૂફ ટોપમાં સબસીડી માટે રૂ. 206 કરોડનો ચેક મુખ્યમંત્રીના હસ્તે GUVNLને અર્પણ કરાયો હતો. સરકારી બિલ્ડીંગ રૂફટોપ સોલર સિસ્ટમનું ઉદઘાટન, ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડીનું વિતરણ, બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનોની સબસીડીનું વિતરણ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે સખીમંડળની બહેનોને સબસીડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ ગ્રીન એનર્જી સાથોસાથ દરેક ગામમાં ૭પ તળાવો ઊભા કરવા અને ૭પ ખેડૂતોને નેચરલ ફાર્મીંગ તરફ વાળવા જેવી બાબતોને મહત્વ આપ્યું છે. એટલું જ નહિ, નાનામાં નાની બાબતોનો વિચાર કરીને છેવાડાના માનવી, ગરીબ માનવીના વિકાસ માટેની યોજનાઓ ઘડી છે અને દેશને વિકાસનો નવો રાહ બતાવ્યો છે.    મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પાંચ સંકલ્પોમાંના એક સંકલ્પ, વિકસીત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી, ખોરાક અને પર્યાવરણ પુરૂં પાડવાની જવાબદારી સૌ સાથે મળીને અદા કરીએ તેવો અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code