
CM યોગીએ લોકોને ગુજરાતને ‘કોંગ્રેસ મુક્ત’ બનાવવાની કરી અપીલ,કહ્યું- આનાથી તમામ સમસ્યાઓ થશે દૂર
લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે શનિવારે લોકોને ગુજરાતને કોંગ્રેસમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી રહ્યા હતા.
રાજ્ય વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. બાકીની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેને “સુરક્ષા માટે ખતરો અને વિકાસમાં અવરોધરૂપ” ગણાવ્યા.તેમણે કહ્યું, “મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે,ભારત આઝાદ થયા પછી કોંગ્રેસ પાર્ટીને વિખેરી નાખવી જોઈએ.હવે આ કરવાની જવાબદારી તમારી છે.’કોંગ્રેસ મુક્ત’ ગુજરાત તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરશે.
આદિત્યનાથે કહ્યું કે,યુપીના લોકોએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો આપી હતી અને AAPને ખાતું પણ ખોલવા દીધું ન હતું કારણ કે તેઓ જાણતા હતા કે આ બંને પક્ષો સુરક્ષા માટે ખતરો છે અને વિકાસમાં અવરોધ છે. તેમણે કોંગ્રેસ પર દેશની આઝાદી બાદ ગુજરાતમાં સોમનાથ મંદિરના નિર્માણ અને હાલના સમયમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે,”આજે, ગુજરાત કર્ફ્યુ અને રમખાણોથી મુક્ત છે,”