આર્યનખાન ઘરે પરત ફરતા રામ ગોપાલ વર્માએ કર્યું ટ્વિટ, કહ્યું, ‘દિવાળી હંમેશા ખાનની રિલીઝ માટે હોય છે રિઝર્વ’
- આર્યન ખાન ઘરે પરત ફરતા બોલિવૂડ સિતારાઓ એ આપી શુભેચ્છા
- અનેક લોકોએ ટ્વિટ કરીને આર્યનનું વેલકમ કર્યું
મુંબઈઃ છેલ્લા 18 દિવસોથી ડ્રગ્સકેસને લઈને જેલમાં બંધ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન વિતેલી રાતે ઘરેલ= પરત ફર્યો હતો, તેના જામીન મંજુર થયા બાદ પણ તેણે બે દિવસ જેલમાં કાઢવા પડ્યા હતા ,જો કે તેના પરત ફરતા મન્નતની બહાર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો,અનેક લોકો તેના સ્વાગતમાં હાજર રહ્યા હતા,તો બાલિવૂડ સિતારાઓ એ પમ આર્યનના ઘરે આવવાની ખુશીમાં ટ્વિટ કરીને આર્યનનું વેલકમ કર્યુ હતું
આર્યન ખાન શનિવારે મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો અને લગભગ 11.30 વાગ્યે બાંદ્રા સ્થિત તેના ઘરે ‘મન્નત’ પહોંચ્યો હતો. આ પછી બપોરે લગભગ 12 વાગ્યે રામ ગોપાલ વર્માએ એક ટ્વિટ કર્યું. પોતાના ટ્વીટમાં તેણે લખ્યું કે, ‘બોલિવૂડમાં દિવાળી હંમેશા એક ખાનની રિલીઝ માટે રિઝર્વ હોય છે. આ વર્ષે પણ એવું જ છે, એક ખાન રિલીઝ થયો છે.
In Bollywood, Diwali has always been reserved for a Khans's release.
This Diwali also Khan got released.
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2021
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે શુક્રવારે તેના આદેશનો મુખ્ય ભાગ ઉપલબ્ધ કરાવ્યો, જેમાં આર્યન ખાન અને કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પર 14 શરતો લાદવામાં આવી છે. ત્રણેયને એક-એક લાખ રૂપિયાની જામીન પર અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.