કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો- આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ
- રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો
 - આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે
 
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 
અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. લાલ ચોકની આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને શહેરના કેન્દ્રની આસપાસ બહુસ્તરીય સુરક્ષા કોર્ડન કરવામાં આવી છે.
જાણકારી પ્રમાણે આજે રાહુલ ગાંધી  સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સામાન્ય નાગરિકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે  આવતીકાલે ભારત જોડો યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ વિપક્ષી એકતા બતાવવાનો પ્રયાસ કરશે. 30 થી વધુ વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, કેટલાક પક્ષોએ તેમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
રાહુલ ગાંધીની આગેવાનીમાં 135 દિવસની ભારત જોડો યાત્રાનો છેલ્લો તબક્કો રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગરના પંથા ચોકથી ફરી શરૂ થયો. ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને સોમવારે શ્રીનગરમાં રાજ્ય કોંગ્રેસના મુખ્યાલયમાં એક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે
	
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

