1. Home
  2. ગુજરાતી
  3. અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ
અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ

અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ

0
Social Share
  • અમરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સ્નેટ્રના કાર્યનો આરંભ
  • આજરોજ મંગળવારે કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ

શ્રીનગરઃ- કેન્દ્રની સરકાર સતત યાત્રીઓને અનેક સુવિધાઓ પુરી પાડી રહી છે. ચારધામ યાત્રા હોય કે પછી અમરનાથની યાત્રા હોય કે પછી દેશના કોઈ પણ ઘાર્મિક સ્થાનની યાત્રા હોય સરકાર સતત યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ વિકસાવી રહી છએ,જેથી કરીને યાત્રીઓને પોતાની યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને યાત્રા સરળતાથી કરી શકાય ત્યારે હવે અમરનાથ જતા યાત્રીઓ માટે સરકાર ખાસ સુવિધા વિકસાવવા જઈ રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ 6 જૂનને મંગળવારના દિવજમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ અમરનાથ યાત્રા માટે વિશ્રામ ગૃહ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના શિલાન્યાસ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું.

માહિતી મુજબ આ ખાસ અવસરના  દરમિયાન ગવર્નર  કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે કે પવિત્ર અમરનાથ યાત્રા માટે વિશ્રામ ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે આ દિવ્ય અવસર પર આપણે બધા અહીં મળ્યા છીએ. ભગવાન મહાદેવે આપણને આ પવિત્ર કાર્યનો ભાગ બનવાનું આશીર્વાદ આપ્યા છે.ઉલ્લેખનીય કે કેન્દ્રીય મંત્રી પુરી બે દિવસીય જમ્મુ પ્રવાસ પર  છે.આ દરમિયાન તેમણે આ શુભકાર્ય કર્યું હતું.

તેમણે આપેલી જાણકારી પ્રમાણે આ  તીર્થયાત્રા એ આધ્યાત્મિક યાત્રા છે અને શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. દર વર્ષે 4-6 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રી અમરનાથ યાત્રાએ આવતા હોય છે. આમાંના મોટાભાગના પ્રવાસીઓ ગરીબ સમાજના હોય  છે જેઓ હોટેલ અને અન્ય ખર્ચાઓ ઉઠાવવા માટે અસમર્થ છે. આ સુવિધાથી તેઓને ઘણો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનો  માર્ગ ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે પણ હવામાન ખરાબ થઈ જાય છે. ક્યારેક આતંકવાદી હુમલાની પણ સંભાવનાઓ હોય છે. પરંતુ આ સંજોગોમાં પણ યાત્રીઓ અહી આવવાથી ડરતા કે અટકતા નથી, દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહી પોતાની આસ્થા સાથે આવતા હોય છે.બાબાના દર્શન કરવા દેશના દરેક ખૂણેથી ભક્તો અહી આવે છે.ત્યારે આવનારા ભવિષ્યમાં સામાન્ય આવક ઘરાવતા લોકોને આ આશ્રય સ્થાનથી ઘણો ખર્ચ બચાવવામાં મદદ મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code