Site icon Revoi.in

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવા માટે કોન્ટ્રાક્ટ અપાશે

Social Share

રાજકોટ, 14 મે 2026: Patients troubled by rats at Rajkot Civil Hospital  શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોનો ત્રાસ વધતો જાય છે. ખાસ કરીને રાતના સમયે ઉંદરોના ત્રાસથી દર્દીઓ પરેશાન થાય છે.  ઉંદરો મેડિકલ ઈન્ટ્રુમેન્ટ અને દવાઓને પણ નુકસાન કરે છે. ઉંદરોને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. પણ ઉંદરો પાંજરે પુરાતા જ નથી. આથી હવે ઉંદરો પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.  આ હોસ્પિટલમાં ઉંદરોનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે પરેશાન થઈ રહ્યો છે. જેથી ઉંદરોને પકડવા માટે તંત્રએ વધુ એકવાર કોન્ટ્રાકટ આપવાનો રાગ આલાપ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિવિલ હોસ્પિટલના ચોથા માળનાં કેટલાક વિડિયો વાયરલ થયા હતા, જેમાં ઉંદરો દોડતા નજરે પડે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે કચરાપેટી અને બેસવાની જગ્યાઓ પાસે ઉંદરોનો જમાવડો છે. આ દ્રશ્યોએ હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા પર અનેક સવાલો ઉભા કર્યા છે. બીમારીની સારવાર કરાવવા આવતા દર્દીઓને અહીં ઉંદરો દ્વારા ફેલાતા રોગોનો ભય સતાવી રહ્યો છે, જે હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સૂચવે છે.

સિવિલ હોસ્પિટલમાં ઉંદરો મેડિકલ ઈન્ટ્રુમેન્ટ અને દવાઓને પણ નુકસાન કરે છે. ઉંદરોને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. પણ ઉંદરો પાંજરે પુરાતા જ નથી. આથી હવે ઉંદરો પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉંદરોના ત્રાસની હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત દર્દીઓના સગાઓએ પણ ફરિયોદો કરી છે. તેમજ  તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિવિલ હોસ્પિટલના ચોથા માળનાં કેટલાક વિડિયો વાયરલ થયા હતા, જેમાં ઉંદરો દોડતા નજરે પડે છે. બીમારીની સારવાર કરાવવા આવતા દર્દીઓને ઉંદરો દ્વારા ફેલાતા રોગોનો ભય સતાવી રહ્યો છે, જે હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સૂચવે છે.

Exit mobile version