1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરાતાં સર્જાયો વિવાદ

ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરાતાં સર્જાયો વિવાદ

0
Social Share

અમદાવાદઃ ગુજરા યુનિવર્સિટી હવે વિવાદનું પર્યાય બની ગઈ છે. રોજબરોજ કોઈને કોઈ મુદ્દે વિવાદો ઊભી થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સેનેટ સભ્ય તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિમણૂંક કરતાં વિવાદ ઊભો થયો છે. કારણ કે, યુજીસીના એક્ટ મુજબ સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પણ અમિત શાહની ઉંમર 64 વર્ષ હોવા છતાં સરકારે નિયમોની ઉપરવટ જઈને તેમની નિમણુંક કરતા વિવાદ ઊભો થયો છે. એવો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની સામે NSUI દ્વારા રાજ્યપાલને ફરિયાદ કરીને જણાવાયું છે કે, સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અમિત શાહ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટ કરવામાં આવ્યું ત્યારે તેમની ઉંમર 63 વર્ષ દર્શાવવામાં આવી હતી. તો તેમની ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે નિમણૂક કેવી રીતે કરવામાં આવી? ધારાસભ્ય અમિત શાહ દ્વારા ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા હોય અથવા ચૂંટણીના એફિડેવિટમાં તેમની ઉંમર ખોટી દર્શાવી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જાઈએ. આ ઉપરાંત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ખોટી નિમણૂક થઈ છે તો તેમને તાત્કાલિક બરતરફ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

આ અંગે NSUIના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે UGCનો નિયમ છે કે જેમની ઉંમર 62 વર્ષથી વધુની હોય તેઓ સિન્ડિકેટ કે સેનેટનું પદ ન ભોગવી શકે. એમ છતાં રાજ્ય સરકારે ધારાસભ્ય અમિત શાહ, જેમણે એફિડેવિટ 2022ની વિધાનસભાની ચૂંટણી આપ્યું હતું ત્યારે તેમની ઉંમર 63 વર્ષ બતાવી હતી. હાલમાં તેમની ઉંમર 64 વર્ષની થાય છે. એમ છતાં તેમની ગેરકાયદે રીતે યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એનએસયુઆઈ દ્વારા આ મામલે 12મી તારીખે રાજ્યપાલને મેઈલ કરીને રજૂઆત કરી હતી. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની ખોટી નિમણૂક થઈ છે તો તેમની સેનેટ સભ્ય તરીકેની નિમણૂક રદ કરવામાં આવે અને પગલાં લેવામાં આવે. આગામી દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code