1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી,એક્શન પ્લાન ઘડવા આદેશ
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી,એક્શન પ્લાન ઘડવા આદેશ

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી,એક્શન પ્લાન ઘડવા આદેશ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે સરકારે પણ દોડતી થઈ  છે. પાટનગર ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં વાયબ્રન્ટ સમિટ પણ યોજાવાની છે, ત્યારે એકતરફ વાયબ્રન્ટની તૈયારી અને બીજીતરફ સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં કેવી રીતે લેવું તે સરકાર માટે પડકારજનક બન્યુ છે. આજે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓની  બેઠક મળી હતી.  જેમા કોરોનાને કાબુમાં લેવા કેટલાક જરૂરી પગલા ભરવા અંગે ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં તમામ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવે કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે અમદાવાદ સહિત મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરોને કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનીટરીંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્ય સચિવએ ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનીટરીંગ કરીને કેસો પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ દ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનીટરીંગ કરીને આવનારા દિવસોમાં સંભવતઃ કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલીટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરઓએ સહભાગી થઇ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code