
ભારતમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 2841 નવા કેસ નોંધાયા
- કોરોના વાયરસ કેસ અપડેટ
- કોરોનાના કેસમાં અડધા ટકાનો વધારો
- છેલ્લા 24 કલાકમાં 2841 કેસ નોંધાયા
દિલ્હી:કોરોનાના કેસ હજુ પણ નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે લોકો દ્વારા હજુપણ બેદરકારી રાખવામાં આવી રહી છે.આ લોકોની બેદરકારી સમ્રગ દેશમાં ભારી પડી શકે તેમ છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 2841 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ 0.49 ટકા વધુ કેસ છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 31 લાખ, 16 હજાર 254 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 09 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 24 હજાર 190 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 19 હજાર થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 18,604 સક્રિય કેસ નોંધાયા છે.સક્રિય કેસ કુલ ચેપના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3295 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 25 લાખ, 73 હજાર, 460 લોકોએ આ મહામારીને માત આપી છે.
ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે તેમજ સરકાર દ્વારા લાખોની સંખ્યામાં વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે લોકો એ પણ સતર્કતા દાખવી પડશે.