
દિલ્હીમાં કોરોનાની ગતિ પડી ધીમી, 418 નવા કેસ,2 દર્દીઓના મોત
- કોરોનાની ગતિ પડી ધીમી
- 418 નવા કેસ નોંધાયા
- 2 દર્દીઓના મોત નીપજયા
દિલ્હી: રાજધાનીમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે.મંગળવારે દિલ્હીમાં કોરોનાના 418 નવા કેસ નોંધાયા છે.જ્યારે 2 દર્દીઓએ પણ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.
જો કે 24 કલાકમાં 394 દર્દીઓ સાજા પણ થયા છે, જ્યારે 93 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.દિલ્હીમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1841 છે અને હકારાત્મકતા દર 2.27% છે.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર,મંગળવારે દિલ્હીમાં 18451 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.તે જ સમયે, સોમવારે દિલ્હીમાં કોરોનાના 268 કેસ મળી આવ્યા હતા. જ્યારે કોરોનાથી કોઈનું મોત થયું નથી.